GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

પત્રકાર પર થયેલી ખોટી ફરિયાદ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજુઆત

તા.30/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

તાજેતરમાં અમદાવાદના એક પત્રકાર તુષાર બસિયા સામે ગુનો દાખલ કરાયો છે ત્યારે તુષાર બસિયા દ્વારા એક સમાચાર ચલાવવામાં આવ્યા હતા અને પીડીત ને ન્યાય અપાવવાનો પ્રયાસ પત્રકાર તુષાર બસિયા દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ સુરત પોલીસ વિભાગ દ્વારા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગંભીર પોસ્કો સહિતની કલમો આ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી હતી જોકે એક બાળકી સાથે થયેલી ઘટનાને પત્રકાર તુષાર બશીયાએ ઉજાગર કરી હતી અને તેને ન્યાય મળે અને પોલીસ વિભાગ આ મુદ્દે જાગૃત થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આ મામલે પત્રકાર તુષાર બસીયા સામે જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર માંથી જવા પામી હતી અને મીડિયા ક્ષેત્રે અને પત્રકારો ઉપર પણ તેની ગંભીર અસર પડી હતી આ જ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર પણ સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકોની લડત લડતા આગેવાનોએ વિડીયો વાયરલ કરી અને તુષાર બશિયાને સમર્થન જાહેર કર્યું હતું અને હવે આ એફઆઇઆર રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા કલેકટર કચેરીઓમાં તુષાર બસિયા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને પણ આ મામલે આવેદનપત્ર આપી અને આ મુદ્દે ગૃહ વિભાગમાં આ રજૂઆત પહોંચાડી અને તુષાર બસીયા સામે જે પોલીસ ફરિયાદ થઈ છે તે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!