GUJARATPATANSIDHPUR

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણી નિમિત્તે સિધ્ધપુર તાલુકાનો કિશોરી મેળોનો અહેવાલ

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત  સિધ્ધપુર તાલુકાનો કિશોરી મેળો પટેલ સમાજની વાડી ઠાકરાસણ ગામ ખાતે યોજવામાં આવેલ.

આજ રોજ યોજાયેલ કિશોરી મેળાની શરૂઆતમાં કિશોરીઓનું રજીસ્ટ્રેશન કરાવી HB / વજન ,ઉચાઇ કરાવી તેમની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ
જેમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓમા તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિક્રમભાઈ ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી અશોકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી, મહિલા સુરક્ષા અધિકારીશ્રી પટેલ મુકેશભાઈ, આઈ.સી.ડી.એસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી શ્રીમાળી રંજનબેન, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રેખાબેન ડી નાયક, ITI પ્રોફેસર સાહેબશ્રી ,કૃષિવિજ્ઞાનકેન્દ્ર સમોડા થી સાયન્ટીસ્ટશ્રી પટેલ હીનાબેન એમ , તાલુકા કાનૂની સહાયશ્રી અનિલકુમાર લાલવાણી લીગલ એડવોકેટ સિધ્ધપુર ,યોગાંજલિ તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર માંથી પટેલ કૈલાશબેન,હેડ કોન્સ્ટેબલશ્રી સિધ્ધપુર કાળુભાઈ મફાભાઈ રાવળ, આઈ.સી.ડી.એસ મુખ્યસેવિકા બેનશ્રી ઠક્કર દક્ષાબેન,સોલંકી ભારતીબેન તેમજ તમામ ઓફીસ સ્ટાફ, શાળાના આચાર્યશ્રી,આરોગ્ય સ્ટાફ, શાળાનો સ્ટાફ,આંગણવાડી કાર્યકર,આશા વર્કર અને બહોળા પ્રમાણમાં કિશોરીઓ ઉપસ્થિત રહેલ હતા.ત્યારબાદ પ્રસંગ માં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ નો પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ. અને પ્રસંગને અનુરૂપ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી શ્રીમાળી રંજનબેન આઈ.સી.ડી.એસ. અંતર્ગત પૂર્ણા યોજના ની વિસ્તૃત માહિતી આપેલ.ત્યારબાદ કિશોરી દ્વારા મોટીવેશનલ સ્પીચ-પૂર્ણા શક્તિ ના ઉપયોગ/ફાયદા અને આંગણવાડી કેન્દ્ર માં નિયમિત મળતા લાભ વિષે સુંદર પ્રતિભાવ આપવામાં આવેલ.ત્યારબાદ વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરી જન્મને પ્રોત્સાહન આપવા લાભાર્થી ને બેબી કીટ વિતરણ અને મંજુરી હુકમ એનાયત કરવામાં આવેલ.બાદ માં જીલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રયોગ શાળામાં નંબર આવેલ દીકરીને પ્રોત્સાહિત ઇનામ અને પૂર્ણા કિશોરીઓ ને H.B મા પ્રથમ આવેલ કિશોરીને પ્રોત્સાહિત ઇનામ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિતરણ કરેલ. કિશોરીઓમાં આત્મવિશ્વાસ કેળવાય એ હેતુ થી”સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળા નું એન્કરીંગ કિશોરી દ્વારા કરવામાં આવેલ.
ત્યારબાદ પ્રસંગ ને આગળ વધારતા વિવિધ વિભાગો જેવા કે મહિલા અને બાળ કચેરી ના અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા “બેટી બચાવો,બેટી પઢાઓ” યોજના તેમજ કિશોરીઓના હક અને કાયદા વિષે ની વિસ્તૃત માહિતી આપેલ. આરોગ્ય વિભાગમાંથી THOશ્રી દ્વારા કિશોરીઓ ના આરોગ્ય ને લગતી વિવિધ યોજનાઓ અને મેડીકલ ઓફિસર શ્રી દ્વારા એનેમિયા નિરાકરણ માટે લેવાતા પગલા વિષે જાણકારી, ITI ના પ્રોફેસરશ્રી દ્વારા ITI માં પ્રવેશ મેળવવા અંગે જાણકારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વૈજ્ઞાનિક દ્વારા પોષણ વાટિકા અને “ઈન્ટરનેશનલ મીલેટસ વર્ષ ૨૦૨૩” અંતર્ગત સ્થાનિક ઉપલબ્ધ મીલેટસ જેવા કે રાગી,બાજરા,જુવાર,વગેરે ના મહત્વ વિષે જાણકારી આપેલ,એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મફત કાનૂની સહાય તથા કિશોરીઓ ને લગતા ફાયદાઓ ની જોગવાઈ (ચાઈલ્ડ મેરેજ એકટ,પોક્સેટ એક્ટ) વિશે ખુબ જ સરસ માહિતી આપવામાં આવેલ.ત્યાર બાદ તમામ કિશોરીઓ ને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ તમામ મહેમાનશ્રીઓ/કિશોરીઓ સિગ્નેચર કેમ્પેઇન માં જોડાઈ સિગ્નેચર કરી અને વિવિધ સ્ટોલ ની મુલાકાત કરવામાં આવેલ અને કિશોરીઓ દ્વારા સેલ્ફી પોઈન્ટ માંથી સેલ્ફી પડાવેલ.ત્યારબાદ કિશોરીઓ ને અલ્પાહાર કરાવી અને પોષણ ગરબો કરાવી બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા અભાર વિધિ કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

 

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!