GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં રખડતા પશુઓનો આંતક વધ્યો

રિપોર્ટર
અમીન કોઠારી
મહિસાગર….

લુણાવાડા નગરમાં રખડતાં પશુઓનો આંતક વધ્યો

લુણાવાડા પાલીકા નજીક વૃધ્ધ ને આખલા છ ફૂટ ઊંચે ઉછાળ્યા….

બેભાન થયેલા વૃધ્ધ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવયા.

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જવા પામ્યો છે રખડતા આખલા જાહેર માર્ગ ઉપર મલ યુદ્ધ કરતા હોય એ યુદ્ધમાં ઘરડા માણસનો ભોગ લેવાય છે….

ગત અઠવાડિયે પણ એક વૃદ્ધને આખલાએ પછાડી દેતા તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વૃદ્ધ ને મોટું નુક્સાન થયું છે , હાલમાં જ ગતરોજ એક વયુ વૃદ્ધને આખલાએ પાછળથી આવીને છ ફૂટ ઊંચે ઉછાળી દેતા એ વૃદ્ધ બેભાન અવસ્થામાં આવી ગયા હતા સદનસીબે લોકોએ તેમને એક બાજુએ લઈ જઈને તેમને હલાવવાની અને ભાન લાવવાની કોશિશ કરી પરંતુ તે સભાન અવસ્થામાં ન આવતા 108 વાન ને બોલાવીને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…..

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે , લુણાવાડા નગરમાં અવારનવાર રખડતા ઢોરોના ત્રાસ વિશે છાપવામાં સમાચાર પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેને લઈને નગરપાલિકા ની કામગીરી પ્રત્યે નગરજનોમાં ભારે રોશની લાગણી પ્રવર્ધેલી જોવા મળે છે….

લોકોના મનમાં અનેક સવાલો સાથે ચર્ચા ઉઠી રહી છે કે શું નગરપાલિકા રખડતા ઢોરોને કારણે જે રસ્તા ઉપર ફરતા રાહદારીઓનો ભોગ લેવાય છે તેના મૃત્યુ સુધીની રાહ જોશે કે પછી યોગ્ય કામગીરી હાથ ધરશે ખરી ???

આ બાબતે જિલ્લા સમાહર્તા પણ લુણાવાડા નગરપાલિકાને યોગ્ય કામગીરી કરવા માટે દરમિયાનગીરી કરે તેવી લોકોને લાગણી અને માગણી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!