GUJARATJUNAGADHMANGROL

માંગરોળ તાલુકાનાં ઢેલાણા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત

કલ્યાણકારી યોજનાનાં લાભાર્થીને લાભ વિતરીત કરાયા- મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ઢેલાણા ગામે અગ્રણી બાલુભાઈ કોડિયાતર, વિરમ સોલંકી, નરસિંહ ખેર તેમજ આસપાસનાં ગામોનાં સરપંચો અને પંચાયતના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
ઢેલાણા ગામે યોજાયેલ વિકસીત ભારત સંકલ્પ રથનાં આગમન વેળાએ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ  વિવિધ યોજનાના  લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ રજુ કરતુ નાટક રજૂ કરવામાં આવ્યું  હતું. પ્રધાનમંત્રીશ્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે પીઢ આગેવાન દાનાભાઇ ખાંભલાએ ગ્રામજનોને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓને આવરીને વિકસીત ભારત સંકલ્પ રથ જ્યારે ઢેલાણા ગામનાં આંગણે પહોંચ્યો છે ત્યારે યોજનાનાં લાભોર્થી પ્રત્યેક ગ્રામજન મળવાપાત્ર લાભ મેળવી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા સહયોગી બની રહી તેમ ઉમેર્યુ હતુ.
કાર્યક્રમના અંતે  ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડ્રોન લાઇવ નિદર્શન અંતર્ગત ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરી શકાય તે અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ સૌએ લાઈવ નિર્દશન નિહાળ્યું હતું. આ તકે આ કાર્યક્રમમાં ખેડુત અગ્રણી પરબતભાઇ મેવાડા, વિસ્તરણ અધિકારી ગુજરાતીભાઇ, વાસ્મોના પીઠયાભાઈ સહિત ઢેલાણા ગામનાં ગ્રામજનો, શાળા પરિવારનાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!