
ઉમલ્લા પોલીસ મથકે મોહરમ પર્વ ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
ભરૂચ જીલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે આગામી મોહરમ ના તહેવારને અનુલક્ષીને આજ રોજ 05 કલાકે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈ એ. એન ચૌધરી ની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈ એ. એન ચૌધરી દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક ને ખાસ સૂચનાઓ આપવામાં આવી તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી હતી આ બેઠકમાં ઉમલ્લા, પણેથા ,ઇન્દોર, વિસ્તારના મુસ્લિમ આગેવાનો એ હાજરી આપી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી



