રાધનપુર તાલુકાના ધરવડીમા શ્રી ચામુંડા માતાજી અને શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.
ધરવડી ખાતે શ્રી ચામુંડા તથા શ્રી મેલડી માતાજી ની ભવ્ય રમેલનું આયોજન પ્રથમ જેઠસુદ દશમને સોમવાર તા.૨૫/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રે રાધનપુર પરગણા પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ રત્નાભાઈ ની પાવન નિશ્રામાં

રાધનપુર તાલુકાના ધરવડીમા શ્રી ચામુંડા માતાજી અને શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધાભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિના માં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હતા પણ હવે લગભગ વૈશાખ અને જેઠ મહિનામાં માતાજી રમેલો યોજાઈ રહી છે.ત્યારે રાધનપુર તાલુકાના ધરવડી ખાતે શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજના એવમ શ્રી આઠ પરગણા સમુહલગ્ન સમિતિ રાધનપુર ના નવનિયુક્ત પ્રમુખ પ્રજાપતિ પાંચાભાઈ રણછોડભાઈ ની મનોકામના પૂર્ણ થતા માદરે વતન ધરવડી ખાતે શ્રી ચામુંડા તથા શ્રી મેલડી માતાજી ની ભવ્ય રમેલનું આયોજન પ્રથમ જેઠસુદ દશમને સોમવાર તા.૨૫/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રે રાધનપુર પરગણા પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ રત્નાભાઈ ની પાવન નિશ્રામાં ભુવાજી હસમુખભાઈ ખેતાભાઈ, પઢીયાર ભુવાજી રમેશભાઈ ઈશ્વરભાઈ ની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ (જાતર) નું આયોજન કરવામાં આવેલ.કુંવાસીઓને રણછોડબા પરિવાર દ્વારા ભેટપુજા કરેલ. પધારનાર ભુવાજીઓને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરેલ. આઠ પરગણા આગેવાનો ગોરધનભાઈ ઊણ,નાનજીભાઈ વાંસા,કેશાભાઈ વડનગર, દેવરામભાઈ રાધનપુર, વીરજીભાઈ વારાહી,મણિલાલ બંધવડ,એલ.કે.પ્રજાપતિ રાધનપુર,ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ,મંત્રી રઘુભાઈ, ઓડિટર હરજીભાઈ નાણાં,દલસુખભાઈ જે. પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર ના નવનિયુક્ત પ્રમુખ નટવરભાઈ શ્રીનાથ,ઉપપ્રમુખ છગનભાઈ બાસ્પા,શ્રી આઠ પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર ના નવનિયુક્ત પ્રમુખ પાંચાભાઈ, ઉપપ્રમુખ મંજીભાઈ રૂની,મંત્રી પ્રહલાદભાઈ ઊણ,શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર ના પ્રમુખ પિનાકીનભાઈ, રસિકભાઈ ઝેકડા, ત્રિભોવનભાઈ સરકારપુરા, સોમાભાઈ રોઈટા,ડી.ડી. બંધવડ, ઉમેશભાઈ નેકારીયા, ભાવાભાઈ ધધાણા,ગોવિંદભાઈ સમી,દશરથભાઈ વડનગર, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા, ભુવાજી કાંતિભાઈઅરજણસર, પરાગભાઈ અણદપુરા, રામુભાઈ પંડ્યા,નાનુભાઈ નાઈ સહીત પધારનાર દરેકને શાલ ઓઢાડી પાંચાભાઈ તથા ખેતાભાઈ સહીત વડેચા પરિવાર દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું. પધારનાર દરેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની
આરતી ઉતારી સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530







