BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ની કે કે ભેદરુ વિધાલય મા રસના પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા

નારણ ગોહિલ લાખણી

લાખણીની શ્રી કે. કે ભેદરુ ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ.કે.વિદ્યાલય લાખણી ખાતે રસના પ્રાઇવેટ લિમિટેડ ની થકી csr એક્ટિવિટી અંતર્ગત અમદાવાદ થી પ્રશ્ન પ્રાઇવેટ લિમિટેડ ના એમ્પ્લોય શ્રી અને સ્ટાફ ગણ એવાં આશિષભાઈ પટેલ, સતિષભાઈ ભગેલ, કલ્પેશભાઈ ખલાસ, કનુભાઈ દેસાઈ દ્રારા નિશુલ્ક ચોપડા વિતરણ કાર્યકમ યોજયો.

વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી શ્રી લાલજીભાઇ ચૌધરી એ યોગ્ય માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓના હિતમાં વાત કરી અને યોગી માર્ગદર્શન આપ્યું અને બહારથી આવેલા મહેમાન એવા નવીનભાઈ માળી સાહેબ, ચિંતનભાઈ નું સાલ, પુષ્પગુચ્છ દ્વારા કરી બહુમાન કર્યું હતું. નિશુલ્ક ચોપડા વિતરણ બહારથી આવેલ મહેમાનોનું શાળાનું ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ ચૌધરી દ્વારા સાલ ઓઢાડી તેમજ સન્માન પત્ર અને શિલ્ડ એનાયત કરી બહુમાન કર્યું હતું.

આચાર્ય શ્રી નરેશભાઈ ચૌધરી, સતિષભાઈ ચૌધરી, , વિકેશ પટેલિયા ,, હરેશભાઈ ચૌધરી, નરસિંહભાઈ પ્રજાપતિ, તેમજ મહેશભાઈ અને અક્ષયભાઈ સર્વ સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!