BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના નાનાસાજાં ફાટક થી ગોવાલી મુલદ નવા બની રહેલ ચાર માર્ગીય રોડ પર વધુ એક ત્રીપલ અકસ્માત 

ઝઘડિયા તાલુકાના નાનાસાજાં ફાટક થી ગોવાલી મુલદ નવા બની રહેલ ચાર માર્ગીય રોડ પર વધુ એક ત્રીપલ અકસ્માત

ગોવાલી બસ સ્ટેન્ડ પાસે એક કારે મોપેડ ચાલકને અડફેટે લીધો ત્યારે તે જ કાર ને પાછળથી અન્ય એક કારે ટક્કર મારી

 

ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, નાના વાહન ચાલકોને મોટા વાહન ચાલકોના ગફલતભરી રીતે વાહન ચલાવી રોજિંદા અકસ્માત કરી રહ્યા છે, ખરાબ રસ્તાના કારણે, ઓવરલોડ ચાલતા ખનીજના વાહનો કારણે તથા નવા બની રહેલા રોડ પર વધુ પડતા ડાયવર્ઝનના કારણે અકસ્માતો બની રહ્યા છે, આવો જ એક અકસ્માત આજરોજ ઝઘડિયા તાલુકામાં નાનાસાંજા ફાટક થી મુલદ હાઇવે સુધી બનતા રોડ ઉપર ગોવાલી બસ સ્ટેન્ડ પાસે બનવા પામ્યો છે, બનાવની વિગત એવી છે કે ગોવાલી ગામના કરણ દિનેશભાઈ વસાવા તથા તેનો મિત્ર પિયુષ મહેન્દ્રભાઈ પાટણવાડીયા તેમની મોપેડ ગાડી લઈ નેશનલ હાઈવે પર આવેલી એક કંપનીમાં ફરજ પર જઈ રહ્યા હતા, ત્યારે ગોવાલી તરફથી મુલદ તરફ તેઓ જતા હતા ત્યારે સામેથી મુલદ તરફ થી એક અર્ટિકા કાર ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી મોપેડ સાથે અથાડી અકસ્માત સર્જ્યો હતો. આ જ કારને પાછળ આવતી અન્ય એક કારે પાછળથી ધડાકા ભેર અથાડી હતી. અકસ્માતમાં મોપેડ પર સવાર કરણ વસાવા તથા પિયુષ પાટણવાડીયા ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં કરણ દિનેશભાઈ વસાવા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિયુષભાઈ મહેન્દ્રભાઈ પાટણવાડીયા ને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, અકસ્માત ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!