GUJARATNANDODNARMADASAGBARA

સાગબારા પોલીસે કારનો પીછો કરી વિદેશી શરાબ સહિત ૩.૬૩ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો

સાગબારા પોલીસે કારનો પીછો કરી વિદેશી શરાબ સહિત ૩.૬૩ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો

 

પોલીસની નાકાબંધી જોઈ ગાડી પાછી વાડી ચિકાલી ફાટક પાસે ગાડી મૂકી આરોપી ભાગી ગયો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા ને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલી છે બૂટલેગરો ગુજરાતમાં દારૂ ગુસાડવા અનેક પેતરા અજમાવતા હોય છે સાગબારા પોલીસે અંતરાજ્ય સરહદ પાસેથી વિદેશી દારુ નો મુદ્દામાલ ભરેલી હ્યુન્ડાઈ કાર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો પીએસઆઈ સી.ડી.પટેલ સાગબારા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફના માણસો ધનશેરા ચેકપોસ્ટ વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની હુંડાઇ આઇ-૨૦ ગાડી નંબર GJ 16 BR 6402 ની શંકાસ્પદ આવતા જેને ચેક કરવા માટે દુરથી ઇશારો કરતા ગાડીના ચાલકે દુરથી પોલીસની નાકાબંધી જોઇ તેની ગાડી પાછી વાળી મહારાષ્ટ્ર તરફ ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરતા હાઇવે રોડ ઉપર ચીકાલી ફાટક નજીક નર્મદા હોટલની બાજુમાં આરોપી પોતાની ગાડી મુકી ભાગી ગયો હતો ગાડીમાં ચેક કરતા તેમાં ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૬૮ કુલ કિ.રૂ.૬૩,૮૦૦/- તથા હુંડાઇ ગાડી નંગ-૦૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૬૩,૮૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી હુંડાઇ આઇ-૨૦ ગાડીના અજાણ્યા ચાલક વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!