GUJARATLAKHTARSURENDRANAGAR

લખતર શહેરના ભૈયરપરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થતા ભરઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ.

તા.27/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરનાં ભૈરવપરા વિસ્તારમાં ભરઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેનું કારણ ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે નાંખવામાં આવેલી લાઈનમાં લીકેજ હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી જેના લીધે લોકોને આવા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો લખતરમાં ગઇકાલના રોજ ભરબપોરે ભૈરવપરા વિસ્તારમાં ચોમાસુ માહોલ સર્જાયો હોય તેમ લીકેજ લાઇનના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા રોડ ઉપર પાણી ફરી વળતા લોકોને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો એકબાજુ વિસ્તારના અમુક ઘરોના નળમાં પાણી મળતું નથી ત્યાં બીજી બાજુ આવી રીતે લીકેજનાં લીધે મોટા પ્રમાણમાં લીટર પાણીમાં વેડફાટથી વિસ્તારના રહીશોને હાલત કફોડી બની રહી છે તેમ છતાં અધિકારીઓ ઘોર નિંદ્રા માણી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે આવી રીતે હજુ લીકેજ છે તેમ છતાં પણ શું જોઈને સ્થાનિક પંચાયત દ્વારા કામગીરી પૂર્ણ થવામાં છે તો લીકેજ અંગે સદસ્યોને પૂછવામાં આવ્યું હશે તે અંગે લોકોમાં આશ્ચર્ય છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!