DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા તાલુકા પોલીસ મથકના જુગારના કેસમાં ચાર વર્ષથી ફરાર આરોપીને હરીપર ગામેથી ઝડપી લીધો.

તા.27/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે દરોડો કર્યો હતો જેમાં રિક્ષામાં બેસી વરલી મટકાનો જુગાર રમતા મહેશ ગણપતભાઈ મોરી અને રાજેશ રતીલાલ સાવરીયાને ઝડપી લીધા હતા આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 13,770, રૂપીયા 7 હજારના ર મોબાઈલ ફોન અને રૂપીયા 1 લાખની રિક્ષા સહિત રૂપીયા 1,20,770નો મુદ્દામાલ કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસના તપાસ અધિકારી એએસઆઈ નીકુલસીંહ ઝાલાની તપાસમાં આ બન્ને શખ્સો મોબાઈલ વડે અમદાવાદના મહાદેવનગરમાં આવેલા તેજેન્દ્ર ક્રીસ્ટલ ફલેટમાં રહેતા મુકેશ નટવરભાઈ પટેલ સાથે જુગાર રમતા હોવાની હકિકત સામે આવી હતી ત્યારથી આ શખ્સ પોલીસ પકડથી દુર હતો આ દરમિયાન સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના ધવલભાઈ પટેલને આ શખ્સ હરીપરના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી આથી બાતમી આધારે પીએસઆઈ જે વાય પઠાણ, શકતીસીંહ, હરદીપસીંહ સહિતના ઓએ વોચ રાખી ચાર વર્ષથી ફરાર આરોપી મુકેશ પટેલને ઝડપી લીધો હતો અને તેને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!