BANASKANTHALAKHANI

લાખણી તાલુકામાં નવી હેલ્થ કચેરી માટે 80.96 લાખના ખર્ચે નવુ મકાન બનશે

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકામાં સરકાર દ્વારા નવી હેલ્થ કચેરી બનાવવા માટે ૮૦.૯૬ લાખ રૂપિયાના ખર્ચે નવું મકાન બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે જેને લઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આરોગ્યની ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા સરકારે ૮૦.૯૬ લાખના ખર્ચે હેલ્થ કચેરીનુ નવું બિલ્ડિંગ બનાવવા મંજુરી આપતા લાખણી તાલુકાના લોકોને ઘરઆંગણે આરોગ્યની વધુ સારી સગવડ મળશે.લાખણી તાલુકામાં હેલ્થ કચેરી માટે ધારાસભ્ય કેશાજી ચૌહાણે નવા મકાન માટે સરકારમાં માંગણી કરી હતી જેના ભાગરૂપે સરકાર દ્વારા ૧૫ માં નાણાંપંચ અંતર્ગત ૮૦.૯૬ લાખના ખર્ચે મકાન બનાવવા મંજુરી આપી છે જેના કારણે આવનારા સમયમાં લાખણી તાલુકાના લોકોને ઘરઆંગણે આરોગ્ય ની સેવાનો વધુ લાભ મળશે.પ્રાથમિક સુવિધા ગણાતી આરોગ્ય સેવામાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સરળતાથી સારવાર મળી રહેવા માટે લાખણી ખાતે ૮૦.૯૬ લાખના ખર્ચે નવીન મકાન બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે જેને લઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણે દિયોદર વિધાનસભા વિસ્તારના લોકો વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે

 

Back to top button
error: Content is protected !!