
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કંડક્ટરની નોકરીના 10 દિવસ..!! પછી યુવાન ઘરે થી ગુમ,બે દિવસ પછી મૃતદેહ કુવામાંથી મળી આવ્યો યુવકના મોતથી પટેલઢુંઢા ગામમાં શોકની લાગણી

મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગામમાં છેલ્લાં બે દિવસથી ગુમ થયેલા એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 22 વર્ષીય રાહુલભાઈ બેચરભાઈ પંચાલ નામના યુવાનનું મૃતદેહ તેમના ઘર નજીક આવેલા આશરે 120 ફૂટ ઊંડા કૂવામાંથી મળી આવ્યું છે.મૃતક યુવાન રાજ્ય માર્ગ વાહન પરિવહન નિગમ (ST)માં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. બે દિવસથી ગુમ રહી રહેલા રાહુલભાઈના નજીકના સ્વજનો અને ગામલોકોએ તેમની શોધખોળ ચાલુ રાખી હતી. આજે તેમનો મૃતદેહ કૂવામાં દેખાતાં તરત જ પોલીસે જાણ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, કૂવો બહુ ઊંડો અને સંકુચિત હોવાથી લાશને બહાર કાઢવા માટે જીવદયા ટીમની મદદ લેવામાં આવી હતી. જાલમભાઈ અને તેમની ટીમે સહેજજ હિમ્મત અને પ્રયત્નોથી મૃતદેહને બહાર લાવવામાં સફળતા મેળવી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને પુછપરછ શરૂ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે તથા સાવધાની પૂર્વક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાહુલભાઈના અચાનક નિધનથી પરિવારજનો તથા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક આશાસ્પદ યુવાનને અવિચારી રીતે ગુમાવવું એ સમગ્ર સમાજ માટે દુઃખદ ઘટના બની છે.





