GUJARATKUTCHMANDAVI

અમદાવાદ ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ અપાશે.

રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ આગામી ૨૪ નવેમ્બર સુધીમાં ૨જીસ્ટ્રેશન કરાવી લેવું; રજિસ્ટેશન માટે યુનિવર્સિટીનો સંપર્ક કરવો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ નવેમ્બર : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અનુસંધાને શુકન- ૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ -બહેનોની પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા. ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં ૨જીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking. AITA Ranking. ITF Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે. રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટીના સંપર્ક નંબર ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી info@altevol.com પર સંપર્ક કરવાનો રહેશે તેવું મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!