BANASKANTHAGUJARATKANKREJ

શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ પ્રથમ સમુહ લગ્નોત્સવમાં ૧૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા..

શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ પ્રથમ સમુહ લગ્નોત્સવમાં ૧૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા..

શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ પ્રથમ સમુહ લગ્નોત્સવમાં ૧૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા..

અત્યારના જમાનામાં મોંઘવારી એ માજા મૂકી છે ઘણાબધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાના દીકરી- દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટાખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરી ને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિયઠાકોર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ના મુખ્ય મહેમાનપદે બ.કાં.જિલ્લા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, સિદ્ધપુર ના પૂર્વ ધારા સભ્ય ચંદનજી ઠાકોરના અતિથિ વિશેષપદે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે સંગીતના સુરોવચ્ચે સંવત૨૦૮૨ ના વૈશાખસુદ-૫ નેમંગળવાર તા.૨૧/૦૪/૨૦૨૬ ના રોજ પ્રથમ સમુહ લગ્નોત્સમા ૧૧૬ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.દીપ પ્રાગટય કરી દાતાઓનો સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન,અધ્યક્ષ,તમામ દાતાઓ,અતિથિ વિશેષ, વિવિધ મંડળના પ્રમુખ મંત્રીઓ, યુવા સંગઠનો,ઉદ્ઘોષકો,તમામ સ્વયંસવકો તેમજ સમાજના તમામ જ્ઞાતિ બંધુઓનો,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ આયોજકોએ આભાર માન્યો હતો તેમ Gkts કાંકરેજ પ્રમુખ દિનેશજી હલાજી ઠાકોરે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!