
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા ૦૩ માર્ચ : પ્રાપ્ત માહિતી મુજબ દેશલપરથી નલિયા ડામર રોડ પૂલિયાનું કામ ચાલુ હોવાથી આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ભુજથી નલિયા તરફ જતા ડાયવર્જનના ખાડામાં કાર ખાબકી હતી. સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી પરંતુ વાહનમાં ભારે નુક્સાન થયેલ છે. આ રસ્તે દરરોજ ચાલતા વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ જ જગ્યાએ થોડા દિવસ પહેલા પણ કાર ખાબકી હતી. અને વિભાપર પાસે ટ્રક તથા બીટા પાસે પણ કાર ખાબકી હતી.આમ ચાર અકસ્માત થયા બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. કોન્ટ્રાકટરો દ્વારા કોઈ બમ્પ કે વ્હાઈટ પટ્ટા કે કોઈ સૂચન બોર્ડ પણ રાખવામાં આવ્યું નથી. તો શું અબડાસાનું નિર્ભર તંત્ર કોઈ નિર્દોષનો ભોગ લેવાય એની રાહ જોઈ રહયું છે?




