GUJARATMEGHRAJ

મેઘરજ : કંટાળુ મેળામાં યુવકની હત્યાનો મામલો : ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ,આરોપીઓના ચાર દિવસના રીમાન્ડ મંજુર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : કંટાળુ મેળામાં યુવકની હત્યાનો મામલો : ત્રણ આરોપીઓ ની કરાઈ ધરપકડ,આરોપીઓના ચાર દિવસના રીમાન્ડ મંજુર

બે દિવસ પહેલા નવાગામ ખાતે મેળામાં ચકકુ ના ઘા ઝીંકી રાજેસ્થાનના યુવક ની હત્યા કરવામાં આવી હતી જેને લઇ ઇસરી પોલીસે તાત્કાલિક ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે ત્રણ આરોપી જડપી પાડી કોર્ટમાં રજુ કર્યા મેઘરજ તાલુકાના કંટાળુ ગામે મેળામાં રાજસ્થાનના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ હતી જેના ત્રણે આરોપીયોને પોલીસે જડપી પાડી મેઘરજ કોર્ટમાં રજુ કર્યા હતા કોર્ટે ત્રણે આરોપીયોને ચાર દિવસના રીમાન્ડ આપ્યા હતા

કંટાળુ ગામે ત્રણ દિવસીય મેળામાં રાજસ્થાનના પાદેડી ગામનો યુવક મિત્રો સાથે આવ્યો હતો જેમાં બાઇકને સાઇડ આપવા બાબતે જગડો થતાં રાજસ્થાનના પાદેડી ગામના યુવકને ચપ્પાના ઘા મારી હત્યા કરાઇ હતી મ્રુતકના કાકાએ ઇસરી પોલીસમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધાવતાં પોલીસે ગણત્રીના કલ્લાકોમાં ત્રણે આરોપીયોને જડપી પાડી મેઘરજ કોર્ટમાં રજુ કરાયા હતા કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા આરોપી.હિતેશ બાબુ મનાત રહે.જાલમપુર તા.મેઘરજ.પ્રિતેશ માવજી ગામેતી રહે.જાલમપુર તા.મેઘરજ.વિધ્યાસાગર સુરેશ પારગી રહે.છીટાદરા તા.મેઘરજ

Back to top button
error: Content is protected !!