KALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ઉર્દૂ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ ના બાળકો ના બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું,

તારીખ ૦૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ઉર્દૂ પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉર્દૂ શાળાના ધોરણ ૧ થી ૫ ના બાળકોએ બાળમેળામાં ભાગ લીધો હતો બાળમેળામાં અલગ અલગ પ્રકારની સ્પર્ધા જેમ કે ચીટક કામ,કાગળ કામ,બાળવાર્તા,જેવી સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો ત્યારે ઉર્દૂ શાળામાં ફરજ બજાવતા શિક્ષક આલમ ઇમ્તીયાઝ અને શેખ ગુલામનબી આ બન્ને શિક્ષકોએ બાળકો ને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું અને બાળકોએ આ બન્ને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ રીતે બાળમેળાને સફળ બનાવ્યો હતો આમ વેજલપુર ઉર્દુ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ પણ શાળાના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.






