GUJARATHALOLPANCHMAHAL

હાલોલની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટની રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૮.૨૦૨૬

15મી ઓગસ્ટના પાવન અવસરે હાલોલની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને દેશભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી તથા રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતાં વિવિધ દેશભક્તિ ગીતો, વક્તવ્યો અને સુંદર નૃત્યો રજૂ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.મુખ્ય મહેમાન જીતુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવી દેશપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ, એકતા અને જવાબદારી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે મુખ્ય મહેમાન, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક રજૂઆતો કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.

Back to top button
error: Content is protected !!