
તા.૨૬.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત 176 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવાયા
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડી ખાતે આજ રોજ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત પોર્ટેબલ એક્સ-રેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોર, મેડિકલ ઓફિસર ડૉ. પિયુષ લબાના એન્ડ ડૉ.અર્પિત પારગી એન્ડ ડૉ. મમતાબેન ડામોર ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ 176 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની ઊંચાઈ, વજન, એચ.આઈ.વી. તપાસ, રક્તમાં શુગર તપાસ સહિતની જરૂરી આરોગ્ય તપાસો પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.ટી. એસ સતીષભાઈ ગરાસિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડી ના તમામ સ્ટાફની સક્રિય હાજરી અને સહકાર નોંધપાત્ર રહ્યો.આ ઝુંબેશ દ્વારા સમયસર તપાસ અને સારવારથી ક્ષયરોગ (ટીબી)ના કેસોની ઓળખ કરી, ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે“જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન…”





