KHEDBRAHMA

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે જી.એસ અને એલ.આર.ની ચૂંટણી યોજાઈ.

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે જી.એસ અને એલ.આર.ની ચૂંટણી યોજાઈ.

ખેડબ્રહ્મા શહેરની ખ્યાતનામ સ્કૂલ એટલે શ્રી જ્યોતિ વિદ્યાલય
હાઈવે રોડ ઉપર વિશાળ કેમ્પસ ધરાવતી એક માત્ર સ્કૂલ
જ્યાં કે જી વન થી ધોરણ 12 સુધીનો અભ્યાસ એક જ કેમ્પસમાં ચાલે છે
આજરોજ તારીખ 10 8 23 ના રોજ શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં જીએસ અને એલઆર ની ચૂંટણી યોજાઈ હતી.
જેમાં એલઆર તરીકે ચાર બહેનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીએસ તરીકે ચાર વિદ્યાર્થી મિત્રોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
જેમાં ધોરણ છ સાત અને આઠ ના કુલ 212 વિદ્યાર્થી મિત્રોએ મતદાન કર્યું હતું.
મતદાન પ્રક્રિયા મોબાઈલ એપ ઇવીએમ ના માધ્યમથી કરવામાં આવી હતી.
સંપૂર્ણ લોકશાહી ઢબે એસ.પી.સી ના મિત્રોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી
શ્રી જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ એસ પટેલ દ્વારા ડેમો સ્વરૂપે પ્રથમ મતદાન કરવામાં આવ્યું હતું.
આચાર્ય સુરેશભાઈ પટેલ
સાથે બી.આર.સી પિયુષભાઈ, સી.આર.સી પ્રફુલભાઈ,લક્ષ્મીપુરા સીઆરસી સચિનભાઈ સુપરવાઇઝર આર પી વાલા
વાલી મિત્રોમાંથી દિનેશભાઈ કિશોરી તેમજ જ્યોતિ વિદ્યાલય નો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો
ચૂંટણીની તમામ પ્રક્રિયામાં બાળકોને જોડવામાં આવ્યા હતા
જેમાં એલપીઆર, પીઆર પ્રીસેડીંગ ઓફિસર, ઇવીએમ કંટ્રોલ અધિકારી, સેવક તથા પોલીસના જવાનો આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયા હતા.
બાળકોને મતદાન અંગેની જાણકારી મળે અને ચૂંટણીના મહાપર્વ વિશે સમજતા થાય તે માટે એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બહેનો માંથી એલ.આર તરીકે દેવાંશી પરમાર ને સૌથી વધુ75 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
જ્યારે મૈત્રી ને 49 મત મળતા આસીસટંટ એલ.આર.તરીકે જાહેર કરવામાં આવ્યા હતા
જ્યારે જીએસ તરીકે જૈનમ વણઝારાને સૌથી વધુ 79 મત મળતા તેમજ શિવમ કિશોરી ને 71 મત મળતા આસીસટંટ જી.એસ.તરીકે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
બંને વિજેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે તેમજ પ્રાથમિક સ્ટાફ મિત્રોએ તેમજ બી.આર.સી પિયુષભાઈ આને સીઆરસી પ્રફુલભાઈ એ પણ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ચુંટણી પ્રક્રિયા શિક્ષણ સાથે જ્ઞાન મળી રહે તે હેતુ સર યોજવામાં આવ્યો હતો

રિપોર્ટ.. કિરણ ડાભી…..ખેડબ્રહ્મા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!