KHEDBRAHMASABARKANTHA

ખેડબ્રહ્મા : શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો.

ખેડબ્રહ્મા : શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો.

*1970 થી 2024 સુધી ની સફર યાત્રા*.

ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ની સ્થાપના ના ને 1970 થી 2024 સુધી 54 વર્ષ પૂર્ણ થતા તારીખ 10 અને 11 ફેબ્રુઆરી 2024 ના રોજ સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો.
સુવર્ણ જયંતિ મહોત્સવ ને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો
પ્રથમ સત્ર ના સમારો અધ્યક્ષ ખીમજીભાઈ એસ પટેલના અધ્યક્ષ સ્થાને એસ એસ સી ના વિદ્યાર્થીઓને શુભેચ્છા અને
એચ.એસ.સી ના દીકરા દીકરીઓને પરંપરાગત વિદાય આપી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
આ સાથે સંસ્થા માંથી સેવા નિવૃત થતા પાંચ ગુરુજીઓનું શાલ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બીજા સત્રમાં પારિવારિક મિલન શ્રી અંબાલાલભાઈ વી પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
જેમાં શ્રી જ્યોતિ વિદ્યાલય ના સંકુલમાં દાન ફાળો આપનાર તમામ 146 ટ્રસ્ટી મિત્રોને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.
જ્યારે બીજા દિવસે જગતગુરુશ્રી, સંતો- મહંતો મહેમાનો અને દાતાશ્રીઓની
નિશ્રામાં સભાગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
14 ફેબ્રુઆરી 2024 ને રવિવારે સવારે આઠ કલાકે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો
સુવર્ણ જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય શ્રીમદ જગતગુરુશ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી પીઠાધિશ્વર તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ ના સાનિધ્યમાં,સંતો મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શાબ્દિક સ્વાગત ટ્રસ્ટી શ્રી રાજાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સન્માનિય મંચને પુષ્પમાળા થી શાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે આ સંસ્થામાં દાન આપનાર તમામ ભામાશાઓને પણ શાલ અને મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા.
આજ સંસ્થામાં અભ્યાસ કરીને આઈએએસ બનેલા ડાયરેક્ટર ઓફ સ્પીપા અમદાવાદ ખાતે ફરજ બજાવતા પૂવૅ વિધાર્થી વિજય ખરાડી એ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક ઉદબોદન કરી ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા.
ત્યારબાદ જગતગુરુ મહારાજ શ્રીએ ઉપસ્થિત મહેમાનો ને આશીર્વચન પાઠવ્યા હતા.
સાથે જગતગુરુ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સભાગૃહનું ખાતમુહૅત કરવામાં આવ્યું હતું.
સાથે અનેક નામી અનામી દાતાઓએ એ દાન ની સરવાણી વહાવી હતી.
ખેડબ્રહ્મા તાલુકામાં અધ્યતન બિલ્ડીંગ સાથે વિશાળ કેમ્પસ ધરાવતી શહેરની નામાંકિત સ્કુલ તરીકે નામના ધરાવતી શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે કેજી.વનથી ધોરણ 12 સુધી નો અભ્યાસ એક્જ કેમ્પસમાં, સંપૂર્ણ હવા ઉજાસ વાળા અધ્યતન વર્ગોમા અનુભવી ગુરુજીઓ દ્વારા ઉત્તમ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે.
જ્યોતિ વિદ્યાલય ખાતે ફરજ બજાવતા તમામ ગુરુજીઓને શાલ આપી સન્માનિત કરાયા હતા
ત્રીજા નેત્ર તરીકે સીસીટીવી કેમેરા ની બાજ નજર તો ખરી જ.
દિન પ્રતિદિન પ્રગતિ ના સોપાનો સર કરતી જ્યોતિ વિદ્યાલય માં અભ્યાસ કરી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓ અનેક વિધ ક્ષેત્રોમાં આઈએસ,આઈએએસ જેવી ઉચ્ચ પદવીઓ ધરાવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.
આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિક્ષા નું બોર્ડ ખેડબ્રહ્મા તાલુકા એક્ઝામ નું સેન્ટર શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ફાળવવામાં આવતા ખેડબ્રહ્મા તાલુકાના પ્રજાજનો અને વિધાર્થીઓ માટે આનંદ ના સમાચાર મળ્યા છે
આ કાર્યક્રમમાં પાવન ધામ વડાલી કંપા સંતશ્રી ચંદુબાપા આર.સી પટેલ પૂર્વ ડીઈઓ,રમણભાઈ જે. પટેલ પ્રમુખ, નલિન ચૌધરી ડાયરેક્ટર રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ,
તેજલ સી. ઠાકોર પીઆઇ પૂર્વ વિધાર્થી હાલ ગાંધીનગર,
કિશનચંદ ટેકચંદ પરિવાર,વાસુ એમપોરિયમ પરિવાર, નરસિંહ ભાઈ પટેલ પરિવાર, વિજયભાઈ ચાવલા તેમજ સાબરકાંઠા જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, શ્રી જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ, શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માના સમગ્ર સ્ટાફ મિત્રો, ખેડબ્રહ્મા નગરજનો, તેમજ જ્યોતિ વિદ્યાલય ના પૂર્વ વિધાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળા ના તમામ બાળકોએ કાર્યક્રમ નેં અંતે સમૂહ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ… કિરણ.ડાભી…ખેડબ્રહ્મા

[wptube id="1252022"]
Back to top button