SABARKANTHA

અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ મહા અધિવેશન 2024 સંપન્ન

*અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ મહા અધિવેશન 2024 સંપન્ન*

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ-વસ્ત્રાલ, અમદાવાદ ખાતે અમદાવાદ જીલ્લા પત્રકાર એકતા પરિષદ મહા અધિવેશન-2024 ભવ્યાતિભવ્ય પ્રકારે સંપન્ન થયુ. જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, મહિક્લા વીંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખો, પ્રદેશ કારોબારીના સભ્યો, જોન પ્રભારીઓ, અલગ અલગ જીલ્લાઓના જીલ્લા પ્રમુખો, અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો, જીલ્લા-તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી 700 થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી અરવિંદભાઈ વેગડા (ભાઈ-ભાઈ-ફેઇમ) એ ગીત-સંગીતના સુર રિલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સુરે જુમતા કરી દીધા હતા. લોક ડાયરા કલાકાર રમનભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. એન્કર દેવર્ષિભાઈએ પોતાની એંકરિંગની આઅથી દીપ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા. દીપ પ્રાગટ્ય ની અંતે સાથે *પત્રકાર એકતા પરિષદ* અને *ભારત માતાની જય* ના ગગનભેદી નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉથ્યો હતો.
પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા નવ નિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અમદાવાદના મહા અધિવેશનમાં યુવા આઇપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી બંધારણના ચોથા સ્તંભ એવા પત્રકારોને બિરદાવ્યા હતા અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણ પણે દૂર કરવાની કરેલા કામની વાત કરી હતી તેમજ તેમના દુરદર્શી વિચારો દ્વારા ટ્રાફિકની આમ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાની વાત કરી હતી. અમદાવાદમાં સીટીએમ ચોકડી તેમજ રીંગરોડ પર આવેલા અદાણી સર્કલની ટ્રાફિકની સમસ્યા દૂર કરી તે અંગે જણાવ્યું હતું સાથે નાગરિકને પણ પોતાની જવાબદારી સમજી અમદાવાદને પોતાનું ગણી શહેરની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ જણાવ્યું હતું તેઓએ વધુમા નારોલ ચાર રસ્તા તેમજ અન્ય જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી પત્રકારોને કાર્ય પ્રણાલી અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી. આમંત્રિત મહેમાન યુવાન આઇપીએસ સફીન હસન, સુરેન્દ્રભાઈ બક્ષી, ધર્મેશભાઈ શાહ, જીતુભાઈ પંડયા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી હાર્દિકકુમાર યોગેશભાઈ વ્યાસ (સિલ્વર ઓફ કોલેજ પ્રતિનિધિ), શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, શ્રી જીગરભાઈ, ગજ્જર,શ્રીરામનભાઈ ભરવાડ શ્રી અરવિંદભાઈ વેગડા, પાર્થ પ્લાસ્ટના શ્રી અજીતભાઈ દરબાર હાજર રહ્યા હતા
આ મહા અધિવેશનમા પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારીબારી સભ્યો, જિલ્લા પ્રમુખો, જોન પ્રભારીઓ, સહ પ્રભારીઓ, કોઓર્ડીનેટરોને શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છથી સન્માનિત કરી ટ્રોલી બેગ, લેપટૉપ, બેગ અને કિચનવેર આઈટમોની ભેટો આપી તેઓની પ્રેરણાત્મક હાજરીની નોંધ લઈ દ્વારા સન્માનિત કર્યા હતા.
આ મહાઅધિવેશનમા પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ વસંત દ્વારા પત્રકારોને જામનગરની કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચારનો પર્દાફાષ કરનાર *લોક ફરિયાદ ન્યુઝ* ની ભારત દેશના મહામુહિમ રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા નોંધ લેવાયાની વાત કરી કોઈ પણ પત્રકાર કે અખબાર નાનુ કે મોટુ નથી તે અંગે આગવી છટાથી કહ્યુ હતુ કે સાપ્તાહિક પેપરમા ભ્રષ્ટાચારના સમાચાર છાપો તો સરકાર કાર્યવાહી કરી રહી છે. આમ કહી પત્રકારની એકતા અને અખંડિતતા જાળવવા જણાવ્યું હતુ અને આગામી સમયમાં બહુ મોટું સંમેલન યોજાવાનુ હોવાની પણ વાત કરી સંગઠનને મજબૂત કરવા માટે હાકલ કરી હતી.
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ વતી જીલ્લા પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આ મહાઅધિવેશનના આયોજનમા ખભે ખભા મિલાવી સાથ સહકાર આપનાર આયોજન કમિટીના સભ્યો અને પરિષદના હોદ્દેદારો, મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે ભોજન લઈ અને છૂટા પડ્યા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!