અમેરીકામાં સરદાર પટેલ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 22મું સ્નેહમિલન યોજાયુ.
12,50 કરોડ રૂપિયાના દાન માટે જગદીશ ત્રિવેદીનું વિશિષ્ઠ સન્માન
ત.05/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
12,50 કરોડ રૂપિયાના દાન માટે જગદીશ ત્રિવેદીનું વિશિષ્ઠ સન્માન
તા.૨૮/૦૯/૨૪ ની સાંજે અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં આવેલા રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૨૨મુ સ્નેહ મિલન યોજાઈ ગયુ હતું જાણીતા વૈજ્ઞાનિક નીતાબહેન પટેલ જેમણે વેક્સિન ઉપર ખૂબ કામ કરેલ છે તેમજ ગુજરાતના હાસ્ય કલાકાર અને દાનવીર ડો. જગદીશ ત્રિવેદી અને જાણીતા શિક્ષણવિદ ડો. કે. વી. રમણ ત્રણે અતિથી વિશેષ તરીકે ખાસ હાજર રહ્યા હતા સાંજે ૪ થી ૬ દરમ્યાન ડો. જતિન મહેતાના આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સ વિશે સેમિનારનું આયોજન થયું હતું ત્યારબાદ સ્વાદીષ્ટ સાંધ્યભોજન બાદ મુખ્ય સંમેલન શરું થયું હતુ દીપ પ્રાગટય, પ્રાર્થના બાદ સરદાર પટેલની તસ્વિરને ફૂલહારથી શરુ થયેલા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી અલય પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ટ્રસ્ટી શ્રી એમ. ઝેડ. પટેલે સંસ્થાનો પરીચય આપ્યો હતો ત્યારબાદ પોતના જીવનમાં સાડા બાર કરોડથી વધુ રુપિયાનું શિક્ષણ અને આરોગ્યમાં દાન કરનાર સવાયા ગુજરાતી ડો. જગદીશ ત્રિવેદીનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યુ હતું સન્માનના પ્રતિભાવ રુપે જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પોતાને પદ્મ પુરસ્કાર જાહેર થયા બાદ એ સ્થુળ સન્માન સ્વીકારતા નથી પણ સન્માન બદલે સેવાના સુત્રનો અમલ કરવા વિનંતી કરી હતી સૌપ્રથમ જગદીશ ત્રિવેદીએ પોતે સરદાર પટેલ યુનિવર્સીટીના જરુરીયાત મંદ વિદ્યાર્થીઓ માટે પાંચ હજાર ડોલર એટલે કે સવાચાર લાખ રુપિયાનું દાન જાહેર કર્યું હતું પછી તરત જ વૈજ્ઞાનિક નીતાબહેન પટેલે પણ પાંચ હજાર ડોલરનું દાન જાહેર કર્યું હતું અને જગદીશ ત્રિવેદીની વિનંતીના પગલે ગણત્રીની મિનિટોમાં આશરે પચાસ હજાર ડોલર જેટલું માતબર દાન એકત્ર થયું હતું ત્યારબાદ જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારનો કાર્યક્રમ મોડી રાત સુધી યોજાયો હતો.