કાલોલ:અમૃત વિધાલય ફુડ પોઈઝનીંગ મામલે શાળા ના પાણીના 3 સેમ્પલ ફેલ. આરોગ્ય વિભાગે શાળાને જરૂરી સૂચનાઓ આપી.

તારીખ ૧૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલવા ગામ માં આવેલ અમૃત વિધાલય નામની ખાનગી શાળામાં ગત 26 સપ્ટેમ્બર ના રોજ વિદ્યાર્થીઓને દૂષિત પાણી પીવાથી અથવા શાળામાંથી આપવામાં આવેલા નાસ્તાને કારણે 63 જેટલા વિધાર્થીઓને ફૂડ પોઇઝનિગ ની અસર થયાનો મામલો સામે આવ્યો હતો.શરૂઆતના તબક્કે શાળા દ્વારા ફુડ પોઈઝન ની અસર હોવાની વાત નો ઈનકાર કર્યો હતો અને રાત્રિના ગરબાનો ઉજાગરો અને વાતાવરણ ની અસર હોવાને કારણે આમ થયું હોવાનું જણાવેલ. પરંતુ વાલીઓના ભારે હોબાળા બાદ કાલોલ પોલીસ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા.મામલતદાર દ્વારા વાલીઓની હાજરીમાં સ્કુલમાં સ્ટોર રૂમમાં તપાસ કરતા જીવાત વાળું અનાજ મળી આવેલ તેમજ એક્સપાયરી ડેટ વાળો ખાધ્ય પદાર્થ મળી આવ્યો હતો જેથી સ્ટોર રૂમને સીલ કરવામાં આવ્યો હતો જે બાદ શાળાના ટ્રસ્ટી દ્વારા ભુલ સ્વીકારાઈ હતી. આરોગ્ય વિભાગે કાલોલની અમૃત વિદ્યાલય મા ફૂડ પોઇઝનિંગ મામલે શાળમાંથી શાળા ના ધાબા ઉપર મુકવામાં આવેલ ટાંકી માંથી લેવામાં આવેલા 5 માંથી 3 પાણીના નમૂના રિપોર્ટ ફેલ આવ્યા જે રિપોર્ટ ના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે શાળાને જરૂરી સૂચનો પાઠવ્યા છે.






