GUJARATSINORVADODARA

શિનોરમાં દશામાંના વ્રત નિમિત્તે 301 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું..


ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર મુકામે મેઈન બજારમાં આવેલ શિવ શક્તિ ડેરી ખાતે દશામાંના વ્રત નિમિત્તે માઈ ભક્તોને 301 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
દશામાંના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ સતત પાંચમા વર્ષે પણ શિવ શક્તિ ડેરી ખાતે દશામાંના વ્રત નિમિત્તે વ્રત કરનાર માઈ ભક્તો માટે 301 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સચિનભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિતરણ કરવામાં આવેલી 301 મૂર્તિઓમાં રવિભાઈ રાણા અને આકાશભાઈ રાણા તરફથી 201 મૂર્તિઓ, જગદીશભાઈ માછી તરફથી 51 મૂર્તિઓ, શૈલેષભાઈ માછી તરફથી 25 મૂર્તિઓ અને અનિલભાઈ ખત્રી તરફથી 25 મૂર્તિઓનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં વિમલભાઈ પંચાલે પણ સહયોગ આપ્યો હતો.
આ નિઃશુલ્ક મૂર્તિ વિતરણથી દશામાંના વ્રત કરનાર માઈ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!