GUJARATTHARADVAV-THARAD

મોરીખા હત્યા કેસમાં ન્યાય માટે ધરણાંનો ત્રીજો દિવસ ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલની એન્ટ્રી, પીડિત પરિવારને ન્યાયની ખાતરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

વાવ-થરાદ પંથકના મોરીખા ગામે લખીરામભાઈ પરમારના મોતના મામલે ન્યાયની માંગ સાથે ચાલી રહેલા ધરણાં-પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. પીડિત પરિવારને ન્યાય મળે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ સાથે દલિત સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ધરણાં પર બેઠા છે.
આંદોલનના ત્રીજા દિવસે ભીમ આર્મીના ગુજરાત અધ્યક્ષ કમલેશ ધવલ વાવ-થરાદ પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર સાથે પણ મુલાકાત કરી સમગ્ર મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી.
મુલાકાત બાદ કમલેશ ધવલે જણાવ્યું હતું કે, સમગ્ર કેસની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે ખાસ IO અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ IO અધિકારી દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરી રજૂઆત કરવામાં આવશે અને હાલના ગુનામાં કલમ 302 ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે અને કેસમાં ત્વરિત નિર્ણય આવે તે દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ખાતરીનો અમલ કેટલા સમયમાં થાય છે અને લખીરામભાઈના પરિવારને ન્યાય ક્યારે મળે છે.

Back to top button
error: Content is protected !!