BANASKANTHAGUJARATKANKREJ

૪૨-તેરવાડા જિલ્લા પંચાયત જાળવી રાખવા કોંગ્રેસ દ્વારા તેરવાડા વિશાળ મિટિંગ યોજાઈ.

૪૨-તેરવાડા જિલ્લા પંચાયત જાળવી રાખવા કોંગ્રેસ દ્વારા તેરવાડા વિશાળ મિટિંગ યોજાઈ.

૪૨-તેરવાડા જિલ્લા પંચાયત જાળવી રાખવા કોંગ્રેસ દ્વારા તેરવાડા વિશાળ મિટિંગ યોજાઈ.

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ઓગડ તાલુકાના તેરવાડા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જામી છે. તેરવાડા જિલ્લા પંચાયતની સીટ માટે કોંગ્રેસ માંથી જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ રહી ચૂકેલા ત્રણ વખત તાલુકા પંચાયત જીતેલા અને ઠાકોર સમાજ કેળવણી મંડળના વર્તમાન પ્રમુખ નેકારીયા ગામના વતની ભૂપતજી નાગજીજી મકવાણા (ઠાકોર) જ્યારે ભાજપની સીટ માટે તેરવાડા ગામના વતની અને પૂર્વસરપંચ બાબુજી કુંવરશીજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.બન્ને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા સભાઓ કરી રહ્યા છે. ભાજપની બે દિવસ પહેલા સભા થયા પછી શનિવારે કોંગ્રેસ ના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી ઠાકોર માટે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને તેરવાડાના પૂર્વ સરપંચ લક્ષ્મણજી ઠાકોર, હેમુભાઈ જોશી,નેકારીયા સરપંચ મોહનભાઈ પટેલ,પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર, વદનસિહ વાઘેલા,કરશનભાઈ જોશી,બાબરભાઈ દેસાઈ સહીત કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સભા યોજી હતી. પ્રાસંગિક પ્રવચન કરતા અમરતજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે કોઈ ખોટા વચનો આપતા નથી લોકોના કામો અમારા માટે સર્વોપરી છે આ રીતના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ આ વિસ્તારના કામો કર્યા છે અને તમામ સમાજમાં અમને સમર્થન મળી રહ્યું છે.તો કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી મકવાણાએ જણાવ્યું હતું કે મે ગત ટર્મમાં પણ આ વિસ્તારના કામો કર્યા છે તમામ સમાજને સાથે રાખી નર્મદા નો પ્રશ્ન હોય વીજળી નો પ્રશ્ન હોય કે કોઈ ગામના રસ્તાના પ્રશ્નો હોય તેમાં ચોક્કસ લડત આપી કામો કર્યા છે અને મને વિશ્વાસ છે લોકો ફરી પણ મને વિજેતા બનાવશે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!