GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: વિંછીયા ખાતે યોજાયેલ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૪૬૦ દિવ્યાંગોને મળ્યો લાભ

તા.૮/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૨૧૪ લાભાર્થી દિવ્યાંગોને રૂા. ૨૮ લાખથી વધુના ૩૭૧ સાધનો થશે એનાયત

Rajkot: રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જ ખાસ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે, જે અન્વયે વિંછીયા ખાતે રાજ્યના પાણી પુરવઠા અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૪૬૦ જેટલા દિવ્યાંગોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં એલિમ્કો સંસ્થા દ્વારા ૨૧૪ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી તેમના સાધન સહાય માટેની કામગીરી હાથ ધરવામા આવી હતી. સાથે જ આ કેમ્પમાં ૩૨૫ દિવ્યાંગોને અસ્થિ વિષયક, ૪૬ દિવ્યાંગોને ઈ.એન.ટી., ૫૮ને મનોદિવ્યાંગતા, ૪૫ દિવ્યાંગોને આંખની દિવ્યાંગતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ ૨૧૪ લોકોને યુ.ડિ.આઈ.ડી. કાર્ડ, ૫૩ લોકોને આવકના પ્રમાણપત્ર, ૫૭ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ તથા ૧૦ લોકોને આભા કાર્ડ, ૦૩ આધાર કાર્ડ અને ૩ વય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા.

આગામી સમયમાં એલીમ્કો દ્વારા ૨૧૪ લાભાર્થી દિવ્યાંગોને મોટરાઇઝ ટ્રાઇસિકલ, બ્રેઈલ કીટ, ફોલ્ડિંગ વ્હિલ ચેર, સ્માર્ટફોન, રોલેટર, ક્રચ એલ્બો, વોકિંગ સ્ટિક, કેન સહિતના રૂા ૨૮ લાખ ૯૩ હજાર, ૪૫૦ના ૩૭૧ સાધનો એનાયત કરવામાં આવશે તેમ વિંછીયાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી આર.જી.ખંભાળાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!