વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિર બનાવવાનો સંકલ્પ સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લાનાં બિલમાળ તુલસીગઢનાં અનેકરૂપી મહારાજનાં હસ્તે વધુ 7 જેટલા હનુમાનજીનાં મંદિરોનું લોકાર્પણ કરવામાં આવતા ગામડાઓનાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે.ડાંગ જિલ્લામાં 87 કરતા વધુ મંદિર બની ગયા છે.અને ભક્તો માટે લોકાર્પણ થઈ ગયા છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લાનાં શિવારીમાળ,વાસુર્ણા,સોનગીર , કહાંડોળઘોડી,બોરખલ, રાવચોન્ડ ગામ ખાતે પૂજ્ય અનેકરૂપી મહારાજનાં હસ્તે હનુમાનજીનાં મંદિરોનું શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કર્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરનાં પ.પૂ.પી.પી.સ્વામીજી,રાજય સભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, બિલમાળ શિવમંદિરનાં પ.પુ. અનેકરૂપી મહારાજ,સાધ્વી યશોદા દીદી અને સંતો તથા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા.અને નવા લોકાર્પણ થયેલ હનુમાનજીનાં મંદિરોની જાળવણી સહીત હિન્દૂ ધર્મની જાળવણી માટેનો સંદેશો આપ્યો હતો..