તા.૧૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના બસ ડેપો ખાતે 7788 અનાડી પલાશ ગ્રુપ દાહોદ દ્વારા ગુજરાત માંથી હોળીના પર્વનિ ઉજવણી કરવા આવતા આદિવાસી સમાજના લોકો માટે 5-6 દિવસ માટે રહેવા અને ચા.પાણીની વ્યવસ્થા કરવામાં આવી
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ઘરાવતો જિલ્લો છે.અને મોટા ભાગે આદિવાસી સમાજના લોકો અશિક્ષિત છે.અને તેઓ વધુ પડતા આદિવાસી સમાજના લોકો વડીલો પાર્જિત જમીનોમાં ખેતી કરી પોતાના ઘર પરિવાર ચલાવતા હોય છે.પણ દિનં પ્રતિ દિન વધતી જતી મોંઘવારી અને સીચાંઈના પાણીની અછતના કારણે વધુ પડતા આદિવાસી વર્ગ મજૂરી કામ માટે.સુરત. અમદાવાદ.વલસાડ.વડોદરા.ભાવનગર.રાજકોટ.મોરબી.બારડોલી.જેવા દૂર દરાસ મોટા શહેરોમાં પોતાના પરિવારને લઈ મજૂરી માટે જતા હોય છે.અને તેઓ મોટા ભાગે પરત દિવાળી.હોળી જેવા પર્વની ઉજવણી કરવા પોતાના વતને આવતા હોય છે.જેમાં હોળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે.અને હોળીના પર્વનિ ઉજવણી કરવા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પોતાના વતન આવતા હોય.અને હોળી પર્વની ઉજવણી કરવા પોતાના વતન આવતા આદિવાસી સમાજના લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે 7788 અનાડી પલાશ ગ્રુપ દાહોદ દ્વારા દાહોદના બસ ડેપો ખાતે.રહેવાની ચા.પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી જે વ્યવસ્થા છેલ્લાં 5-6 દિવસ સુધી દાહોદના બસ ડેપો ખાતે ચાલશે .દાહોદમાં પોતાના વતન આવતા આદિવાસી સમાજના લોકો માટે પ્રથમ વાર આવી વ્યવસ્થા કરવામાં આવતા અનાડી પલાશ 7788 ગ્રુપની કામગીરી લોકોએ બિરદાવી હતી