GUJARATJUNAGADH

87 – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જાહેર મિલ્કતો પર બેનર્સ હોર્ડીગ્સ લગાડવા પર પ્રતિબંધ

87 - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જાહેર મિલ્કતો પર બેનર્સ હોર્ડીગ્સ લગાડવા પર પ્રતિબંધ

ભારતના ચુંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી તા.૧૯/૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. જેની મતગણતરી તા.૨૩/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.આ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેના ટેકેદારો દ્વારા પોસ્ટર, બેનર્સ, હોર્ડિંગ્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તથા ચૂંટણીમૂકત, ન્યાયી તથા પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સના ઉપયોગ નિયંત્રીત કરવા જરૂરી જણાય છે. જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અનિલ રાણાવસિયાએ ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ હેઠળ ઉપરોકત ચૂંટણી દરમ્યાન ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર્સ, કટઆઉટ મુકવા વિગેરે માટે નીચેની બાબતોનો અમલ કરવા હુકમ કર્યો છે.જેમાં કોઈપણ જાહેર મિલકત/જાહેર જગ્યા પર દીવાલ પર લખાણ કરવા, પોસ્ટર્સ/કાગળો ચોંટાડવા અથવા કોઈપણ રીતે નુકશાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે લગાડવા/પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં. આમ છતાં, જો સ્થાનિક કાયદાઓ, ચુકવણી કરીને કે અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ કરીને મુકરર કરવામાં આવેલા જાહેર સ્થળે જાહેર ખબરના સૂત્રો લખવાની, પોસ્ટર્સ, વગેરે પ્રદર્શિત કરવાની કે લખાણો, પાટિયા ઝંડા વગેરે લગાડવાની રજા કે છૂટ આપતા હોય તો કાયદાની પ્રસ્તુત જોગવાઈઓ પ્રમાણે અને કોર્ટના આદેશોને ચુસ્તપણે આધિન રહીને એમ કરવા દેવાની રજા આપવી. એ બાબત સુનિશ્ચિત કરવી કે આવી કોઈ જગ્યા ૫૨ કોઈ અમુક પક્ષ(પક્ષો) અથવા ઉમેદવાર(રો) નું વર્ચસ્વ/ઈજારો ન હોય. તમામ પક્ષો અને ઉમેદવારોને આ બાબતમાં સમાન તક આપવી.વધુમાં, કોઈપણ ચૂંટણી જાહેર કરવામાં આવ્યા પછી આ હેતુ માટે આપવામાં આવેલી જગ્યાનો વિસ્તાર વધારવો કે ઘટાડવો નહીં. જાહેર મિલકતનો અર્થ ધ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ ની કલમ-૨(બી) મુજબનો રહેશે અને બગાડનો અર્થ ભારતીય દંડ સંહિતાની કલમ-૪૨૫ મુજબનો રહેશે.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર તથા કોઈ વ્યકિત દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણીલક્ષી કટ-આઉટ, જાહેરાત, પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવશે તો તે ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે.આ હુકમ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!