GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જસદણના મેઘપરમાં ૧૦૧ વર્ષના બુઝુર્ગ મતદારે કર્યું “હોમ વોટિંગ”

તા.૨૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

બુઝુર્ગ કરમશીભાઈ વેકરિયાનું વહીવટી તંત્ર દ્વારા ગર્વની લાગણી સાથે સન્માન

જસદણમાં ૬૫ જેટલાં શતાયુ મતદારોનું વહીવટી તંત્ર દ્વારા કરાશે બહુમાન

Rajkot: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે બુઝુર્ગ નાગરિકો તેમજ દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે (હોમ વોટિંગ) તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જસદણ વિધાનસભા મત વિસ્તારના મેઘપર ગામના વતની શ્રી કરમશીભાઈ હરદાસભાઈ વેકરીયા દ્વારા હોમ વોટીંગ સુવિધા અન્વયે મતદાન કરવામાં આવ્યું હતું.

કરમશીભાઈ પોતે શતાયુ (૧૦૧ વર્ષ) હોવા છતાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂક્યા નથી. જે સમાજના અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયી કિસ્સો છે.

જસદણના વહીવટી તંત્ર દ્વારા લોકશાહીને જીવંત રાખતા આ મતદારને ગર્વની લાગણી સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આયુષ્યની સદી વટાવી ચૂકેલા કુલ ૬૫ મતદારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!