તા.૧૩.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ:નઢેલાવ ગામના બારના કુવા ફળીયાના ૧૫ વર્ષીય યુવકનું દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવકનું મોત મોતના પગલે પરિવાર જનો દ્વારા આક્ષેપ કરાયા
આજરોજ તા.૧૩.૧૧.૨૦૨૪ ના બુધવારે ૧૨ કલાકે વાત કરીયેતો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારના કુવા ફળીયામાં રહેતા ગોવર્ધન ભાઈ મેડા નો ૧૫ વર્ષીય પુત્ર વિક્રમભાઈ મેડા જે નઢેલાવ ગામના બારના ફળીયામાંજ નનસીંગભાઈ નરસુભાઈ ભૂરીયાના ઘરે ચાંદલાં વીઘીમાં ગયા હતા.ત્યારે વિપુલભાઈ જવાભાઈ ભુરીયા.નારણભાઈ મનિયાભાઈ ભૂરીયા વિક્રમભાઈ માનસિંગભાઈ ભૂરીયા અને એમના સાથેના ૬ જેટલા ઈસમોએ ચાંદલા વિઘીમાં થયેલ કઈ વાતને લઈ વિક્રમભાઈ મેડાને તમામ ૯ જેટલાં ઈસમોએ માર મારતા તેઓને સારવાર માટે દાહોદના ખાનગી હોસ્પિટલના લાવવામાં આવ્યા હતા.ત્યારે લાંબી સારવાર બાદ વિક્રમભાઈનું મોત નીપજતા પરિવાર જનોમાં ગમગીની છવાઈ હતી.હાલ વિક્રમભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતેં ખસેડી જેસાવાડા પોલીસને જાણ કરવામાં આવતા જેસાવાડા પોલીસે તપાસનો ધમ ઘમાટ આરંભ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે