GUJARATNANDODNARMADA

નર્મદા: કરજણ ડેમથી નીચે બાર વણઝર નાહવા પડેલા બિથલી ગામના ૧૫ વર્ષીય બાળકનું મોત

નર્મદા: કરજણ ડેમથી નીચે બાર વણઝર નાહવા પડેલા બિથલી ગામના ૧૫ વર્ષીય બાળકનું મોત

 

ઘણા સમયથી આ સ્થળ ઉપર લોકો નાહવા આવતા પણ તંત્રે કાર્યવાહી નહીં કરતા આખરે બાળકે જીવ ગુમાવ્યો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના પર્યટન સ્થળ એવા બાર વણઝર એટલેકે કરજણ ડેમના નીચેના વિસ્તારમાં બીઠલીથી નાહવા આવેલા પૈકી એક ૧૫ વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર રણવીરભાઈ કમલેશભાઈ વસાવા ઉ.વ.૧૫ રહે-બીથળી નવીનગરી તા-શિનોર જી-વડોદરા નાઓ તા-૦૮/૦૬/૨૦૨૫ ના રોજ કરજણ ડેમથી નીચેના વિસ્તારમાં કરજણ નદિના ઉંડા પાણીમાં ન્હાવા પડતા નદિના ઉંડા પાણીમાં ડુબી જવાથી કરૂણ મોત નીપજ્યુ છે

 

કરજણ ડેમ નજીક આવેલા વણઝરબાર વિસ્તારમાં પ્રતિબંધિત હોવા છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પિકનિક માણવા આવે છે. તંત્ર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ બોર્ડની અવગણના કરીને લોકો અહીં પાણીની મજા માણતા હતા. થોડા દિવસ પહેલા જ આ સ્થળની જોખમી સ્થિતિ અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા. પરંતુ તંત્રએ કોઈ નક્કર પગલાં લીધા નહોતા. ગઈકાલે રાજવીરનું મૃત્યુ થયા બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

 

મોડે મોડે જાગી તંત્રએ આ પિકનિક પોઇન્ટને સંપૂર્ણપણે ખાલી કરાવ્યો છે. જો આ પગલું વહેલા લેવામાં આવ્યું હોત તો કદાચ એક પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવવો ન પડ્યો હોત.

 

જોકે નર્મદા જિલ્લામાં ઘણા કુદરતી ફરવા લાયક સ્થળો છે જ્યાં લોકો પરિવાર સાથે આવી રજાના દિવસો માણી શકે છે ત્યારે તંત્ર દ્વારા સલામતીની વ્યવસ્થા સાથે સુવિધાઓ ઉભી કરવામાં આવે તો પ્રવાસન ને પણ વેગ મળી શકે છે

Back to top button
error: Content is protected !!