Rajkot: સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, દ્વારકા, બોટાદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ યલો એલર્ટ

તા.૧૨/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે. આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં યલો એલર્ટ સાથે હીટવેવની સ્થિતિની શક્યતા છે.
આગાહી મુજબ, તા. ૧૩ મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની વધુ શક્યતા છે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ યલો એલર્ટ સાથે હીટવેવની સ્થિતિ રહી શકે છે.
તા. ૧૪ મે અને ૧૫મી મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી છે.
હીટવેવવાળા વિસ્તારોમાં તાપમાન વધુ રહેતું હોવાથી, લાંબા સમય સુધી બહાર રહેતા અને ભારે કામ કરતા શ્રમિકોએ ધ્યાન રાખવા તથા નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને સીધા સૂર્યપ્રકાશથી બચવા ખાસ ભલામણ કરવામાં આવી છે.




