કાલોલ ના વેજલપુર ગામ ની એક બાઇક માં કાળોતરો સાપ ઘુસી જતા સલામત રીતે રેસક્યુ કરાયું

તારીખ ૧૯/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતાની જાણ થતાં રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાઇક માલિક દ્વારા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનું ટેલીફોનીક સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક બાઈક માં સાપ ભરાય ગયો છે ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ને ત્યાં જઈને જોતા બાઇક માં કાળોતરો સાપ ભરાયો હોય તે કાળોતરા સાપના ઝેર વિશે અને તે કરડે તો તેની શું અસર થાય તેની સમજ આપતા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે કે આ સાપ રાત્રિ દરમ્યાન બહુ સક્રિય હોય છે.ને સાપ કરડે તે જ્ગ્યા પર મચ્છર કરડે તેવું મહેસુસ થાય છે અને તરત કોઈ લક્ષણ જણાતાં નથી.પેહલા ૧૫ મિનિટ માં આંખો રોશની છીનવી લે છે ત્યારબાદ ની બીજી ૧૫ મિનિટ માં માણસ ને કોમા ની સ્થિતીમાં નાખી દે છે અને આ સાપ ચોમાસા માં જ વધુ જોવા મળે છે જ્યારે આ સાપ કરડવાના બનાવો વધુ ઘરમાં બને છે અને જમીન પર સૂતા હોય ત્યારે બને છે ત્યારે આ સાપ નેયુરોટોક્સિન નામ નું ઝેર છોડે છે અને આ સાપ બેથી પાંચ ફૂટ સુધી ની લંબાઈ નો જ હોય છે.જેની કાળોતરા સાપ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ આખી ગાડી ખોલીને જીવદયાપ્રેમી તુષારભાઇ પટેલે કાળોતરા સાપ ને પકડીને ખુલ્લા જંગલ માં છોડી મૂકવામાં આવ્યો હતો.






