ગુજરાત ગર્લ્સ બટાલિયન સુરત NCC તરફથી રાજપીપળા ખાતે તા. 12/07/2025 થી 21/07/2025 સુધી વાર્ષિક તાલીમ શિબિર યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રીમતી.ડી.આઈ. કે. કન્યા વિદ્યાલય ગણદેવીની 26 કેડેટસોએ ભાગ લીધો હતો. જેમાં ફાયરિંગ, ડ્રિલ,ખો-ખો, રસ્સાખેંચ, પોસ્ટર મેકિંગ, ટ્રેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં એન.સી.સી. કેડેટસોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં શાળાના માધ્યમિક વિભાગનાં શિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પંચાલે એન.સી.સી. ઓફિસર તરીકેની ફરજો બજાવી હતી. શાળા પરિવાર વતી આચાર્યા શ્રીમતી મિતલબેન દેસાઈ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ કાપડિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN