GUJARATSINORVADODARA

કલા શરીફ ખાતે રકતદાન શિબિર, આરોગ્ય શિબિર તેમજ લિગલ ક્લિનિક યોજાઈ

ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, જલારામ બ્લડ બેંક, આયુશ બ્લડ બેંક, એસ એસ જી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે ૩૫ મી રકતદાન શિબિર યોજાઇ હતી. રક્ત એક એવી અમુલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખુબ જરૂરી બનતું હોય છે. કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેંકોના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત રકતદાન શિબિર ફૈઝ એકેડમી સ્કૂલ ના પટાંગણમાં યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કરી યુવા પેઢીને પ્રેરણાદાયી બન્યા હતા. અંદાજિત ૬૦૦ ઉપરાંત રક્તદાતાઓએ રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી. ૫૬૦ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. જે ચાર બ્લડ બેન્કોને આપવામાં આવશે.

આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવસેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. રકતદાન શિબિરની સાથે સાથે આરોગ્ય શિબિર પણ યોજાઇ હતી. જેમાં વિવિધ રોગોના ૨૩૪ દરદીઓની નિષ્ણાત તબીબો દ્વારા ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું હતું. અન્ય એક લીગલ ક્લિનિક  કાર્યક્રમ પણ યોજાયો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં ઘેરલું ઝઘડાઓ, જમીન તેમજ અન્ય ઝઘડાઓ જે વધી ગયા છે અને ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચતા ગરીબ વર્ગના લોકોને ખર્ચ વધી જતો હોય છે.

એવા નાના મોટા ઝઘડાઓ નું કલા શરીફ ખાતે લીગલ ક્લિનિક થકી નિવૃત્ત વકીલો દ્વારા બન્ને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા સમજાવી ઝઘડાઈનું નિરાકરણ લાવી કોર્ટના ખર્ચામાંથી બચાવવા સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઇ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે રકતદાન શિબિર દ્વારા સમગ્ર સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે ધર્મ જાતિ કે કોઇપણ માનવના શરીરમાં લોહીનો રંગ એક જ છે. જ્યારે રંગ એક જ હોય તો માનવ માનવથી અલગ ન હોઇ શકે. આ વિસ્તારના જે ગરીબ દર્દીઓ છે આજના યુગમાં ગરીબ દર્દીઓને સારવાર લેવી હોય તેઓ આર્થિક સ્થિતિ નબળી હોઈ લઇ શકતા નથી તેવા ગરીબ દર્દીઓ માટે એક આરોગ્ય શિબિર યોજી છે. સરકાર દ્વારા અમારી સંસ્થાને લીગલ કલીનીક માટે મંજૂરી આપી છે. તે લીગલ ક્લિનિકમાં આંતરિક ઝઘડાઓ થાય છે. તેનું સમાધાન કરાવીએ છે. સ્કૂલમાં અભ્યાસ કરતા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હોઇ એ વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિક્ષણ મેળવી શિક્ષણ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને એ અમારો હેતુ છે. સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસ ભાઇ અમદાવાદી, સેક્રેટરી બશીર પટેલ, ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો, યુવતીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!