થરા ખાતે બાલાજી જીનિંગ ફેક્ટરી મા સ્વ.ગોવિંદ ચૌધરી ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ બાલાજી જીનિંગ ફેક્ટરીમા મિત્ર વર્તુળ સ્વ. મોહનબાપા ચૌધરી પરિવાર ખસા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.

થરા માર્કેટ યાર્ડના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ ના ભત્રીજા, બનાસ ડેરી,પ્રગતિબેંક થરાના ડિરેક્ટર માર્કેટ ખાતે આવેલ પટેલ વિસાભાઈ રામાભાઈ પેઢી ના માલિક ખસાના વતની અને થરા નગરને કર્મભૂમિ બનાવી થરા ખાતે રહેતા સમાજના એક ઉદ્યમી,સતત સેવાભાવી નિષ્ઠાવાન યુવાન વડીલ અને શેઠના હુલામણા નામથી ઓળખાતા ચૌધરી ગોવિંદભાઈ વિસાભાઈ નું ગત તા.૧૪/૦૬/ ૨૦૨૫ ને શનિવાર ના રોજ માર્ગ અકસ્માતમા અવસાન પામતા સ્વ.ગોવિંદભાઈ ચૌધરીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મિત્ર સર્કલ અને સ્વ.મોહનબાપા ચૌધરી ખસા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. અનુભવ વોલેન્ટરી બ્લડ બેંક પાટણના ડો. પિયુષભાઈ પટેલ સહીત સ્ટાફ દ્વારા ૪૧૦ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર,માર્કેટયાર્ડના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ,સેક્રેટરી હસુભાઈ ચૌધરી,ભારતસિંહ ભટેસરીયા,ભુપતજી એન. મકવાણા,બલાજી રાઠોડ, અનુભા વાઘેલા,શ્રી બાબારી ટીમના અણદાભાઈ પ્રજાપતિ,હરદાસભાઈ ચૌધરી ચાંગા,ઉમેશભાઈ પ્રજાપતિ, બળદેવ રાવલ,ચંદુજી ઠાકોર (CV), દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર સહીત સગા સ્નેહીજનો, સામાજિક -રાજકીય આગેવાનો, પોલીસ- શિક્ષક મિત્રો વિશાળ સંખ્યામા હાજર રહી શ્રદ્ધાંજલિ કરી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530