BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર માતેશ્વરી બંગ્લોઝમાં 14 એપ્રિલ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

17 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર માતેશ્વરી બંગ્લોઝમાં 14 એપ્રિલ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ આ કાર્યક્રમ ની ઉજવણી ની શરૂઆત જય ભીમ ના નાદ સાથે ભવ્ય રેલી યોજી ,કરવામાં આવી હતી,રેલી નું પ્રસ્થાન માતેશ્વરી બંગલોઝ ના પ્રમુખશ્રી આર.કે.ચોહાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ ની શુભ શરૂઆત બાબા સાહેબ ની પ્રતિમા ને દીપ પ્રજ્વલિત કરી અને બુધ્ધ વંદના થકી કરવામાં આવી ,ઉપસ્થિત તમામ મહાનું ભાવો નું મોમેન્ટો થી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નાના બાળકો એ વેશભૂષા કાર્યક્રમ અને એક પાત્ર અભિનય સાથે ,બાબાસાહેબના સમગ્ર જીવન ચરિત્ર, એમના સંઘર્ષ અને કાર્યો અને એમની વિચારધારા ને પોતાની આગવી શૈલીમાં ,વક્તવ્ય થકી , સુંદર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો ને દાતા શ્રી ,હિતેશભાઈ ડાભી,શ્રીમાન હીરાભાઈ પરમાર, શ્રીમાન અરવિંદભાઈ ડાભી તેમજ માતેશ્વરી બંગ્લોઝ ના સહ પરિવાર દ્વારા પણ સંયુક્ત રીતે શૈક્ષણિક કીટ આપી, બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રોત્સાહક ઇનામ થકી ,બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાબાસાહેબના જીવન કવન વિશે અલગ અલગ વિષય પર પ્રાસંગિક પ્રવચન આપ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી દિનેશ ભાઈ બૌદ્ધ ઉપસ્થિત રહ્યા હતા, સાથે માતેશ્વરી બંગલોઝ ના પ્રમુખ શ્રી આર.કે.ચોહાણ સાહેબતેમજમહામંત્રીશ્રી,જે.કે.હિરવાણીયા સાહેબ સહિત ,સર્વે હોદ્દેદારો ,કારોબારી સભ્યો ,સોસાયટીના સૌ કોઈ રહીશો ,માતાઓ,ભાઈઓ,બહેનો અને સમાજ ના બહુજન મિત્રો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવ્યો હતો. તમામે સ્વરુચિ સમૂહ ભોજન સાથે લીધું .અંતે આભાર વિધિ મંત્રી શ્રી જે.કે.હિરવાણીયા સાહેબ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમનું સફળ સભા સંચાલન શ્રી હસમુખ ભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!