GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરની શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું

તા.૧૩/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આશરે ૫૦૦ વિદ્યાર્થીઓએ સોનેરી કારકિર્દી અંગે મેળવેલું માર્ગદર્શન

Rajkot, Jetpur: સરકારે રાજ્યના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓને અમલીકૃત કરી છે. વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલા આવડત અને કૌશલ્યને સાચી દિશા મળે, તે માટે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની કુંભાણી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ અને વીરપુર સ્થિત માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કુલ મળી કુલ બે સ્કુલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ અને રોજગાર કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોંઘીબા ગર્લ્સ સ્કુલમાં જલારામ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આમ, આશરે ધોરણ ૯ થી ૧૨ના કુલ મળીને આશરે ૫૦૦ વિદ્યાર્થીઓને સોનેરી કારકિર્દીની દિશા બતાવવામાં આવી હતી.

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માહિતી ખાતાની કામગીરી તેમજ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની માહિતી આપી હતી. અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. અને ત્રણેય સ્કુલ્સની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી.

આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી રાજેશભાઈ ચૌહાણે ધો.૧૦ અને ૧૨ પછી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. રોજગાર કચેરી દ્વારા યોજાતા ભરતી મેળાઓ અને આઈ.ટી.આઈ.માંથી થતાં વિવિધ કોર્ષ અંગે માહિતી આપી હતી. ઉપરાંત, એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.

રોજગાર કચેરીના ઓવરસીસ કરિયર કાઉન્સિલરશ્રી હમીરભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ સંબધિત તમામ પ્રક્રિયા અને અભ્યાસ માટે લેવાતી લોન સહિતની જરૂરી માહિતી આપી હતી.

આ તકે વિરપુર માતુશ્રી મોંઘીબા સ્કુલના સેમિનારમાં સ્કુલના આચાર્યશ્રી મનિષાબેન કણઝારીયા, જલારામ હાઈસ્કુલના આચાર્યશ્રી પી.ડી.નૈયા અને જેતપુર ખાતેના સેમિનારમાં કુંભાણી મ્યુનિસિપલ ગર્લ્સ સ્કુલના સુપરવાઈઝરશ્રી પી.ટી.સોસા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!