GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ મથકે અકસ્માતે પડી ગયા ની હકીકત છુપાવી ખોટી માહિતી આપનાર સામે ગુનો દાખલ.
તારીખ ૨૨/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ ગામ નર્મદા કેનાલની બાજુમા ભારતમાલા પ્રોજેક્ટ ના બ્રીજ ઉપર કામ કરતા રામમીલન બાબુલાલ બૈગા બ્રીજ ઉપર પ્લેટોના બોલ્ટ નાખવા એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતો હતો ત્યારે તા ૧૮/૧૨ ના રોજ સાંજના ૫ કલાકે સળિયો ખેચવા જતા સળિયા સાથે બ્રીજ ની નીચે પડી ગયો હોવાની સાચી હકીકત જાણતો હોવા છતા પણ ડેરોલ સ્ટેશન સ્મશાન ઘાટ પાસે કોઇ અજાણ્યા ફોર વ્હીલ વાહન ચાલકે ટક્કર મારી નાસી ગયા હોવાની ખોટી માહિતી આપનાર પંકજભાઈ સુરેશભાઈ ઠાકોર ઉ ૩૫ રે. નર્મદા કેનાલની બાજુમા ભારતમાલા પ્રોજેક્ટ મુળ રે. ભેરયાહી તા. માણેકપુર જી. મુઝફ્ફુરપુર બિહાર સામે ખોટી માહિતી આપવા બદલ નો ગુનો નોંધી કાલોલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.