DAHODGUJARAT

દાહોદની આનંદી સંસ્થા દ્વારા પંચાયતી રાજ દિન ની ઉજવણી યોજવામાં આવી ગુજરાતના ૧૩ જિલ્લા અને ૭ રાજ્યો ના સરપંચ સદસ્યોં જોડાયા

તા.૨૫.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની  આનંદી સંસ્થા દ્વારા પંચાયતી રાજ દિન ની ઉજવણી યોજવામાં આવી ગુજરાતના ૧૩ જિલ્લા અને ૭ રાજ્યો ના સરપંચ સદસ્યોં જોડાયા હતા

દાહોદ માં આનંદી સંસ્થા દ્વારા મહિલા પંચાયતી રાજ ત્રિદિવસીય યોજાઈ ગયું પંચાયતી રાજ દિન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્ય અને રાજ્ય બહાર ના ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ સદસ્યો સંગઠનો ના આગેવાન બહેનો અને સંસ્થાઓ ના કાર્યકરો અને પંચાયત પર કામ કરતા સમાજ સેવતો ઉપસ્થિત રહ્યા હતા આનંદી ના ૩૦ વર્ષ ના મહિલા નેતૃત્વ વિકાસ અને સમુદાય સશક્તિ કારણ ના કામો પર ચિંતન કરવામાં આવ્યું હતું પંચાયતી રાજ કાયદાના ત્રણ દાયકાઓ બાદ મહિલા સરપંચ સદસ્યોં સમિતિ સભ્યો અરસ પરસ અનુભવો ની આપલે કરી હતી વિશિષ્ટ કામગીરી નો વ્યાપ વધારી શકે મહિલાભિમુખ સાશન વ્યવસ્થા સ્થાપિત કરી પારદર્શિતા અને જવાબદેહીતા પદાધિકારી ની ફરજ નિભાવી શકે અને સ્થાનિક સ્વરાજ્ય ના કર્યો માં નેતૃત્વ કરેલ બહેનો ને અરસ પરસ ટેકો આપી અને કામ કરવા દાહોદ ખાતે રાષ્ટ્રીય લેવલ નું પંચાયત અધિવેશન યોજાઈ ગયું તારીખ ૨૩ થી ૨૫ જેમાં ઝારખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન ઓડિશા હિમાચલ પ્રદેશ વિવિધ રાજ્યો માંથી પંચાયત પર સરપંચ સદસ્યોં તરીકે કામ કરતા મહિલા સરપંચો જોડાયા હતા, મહિલા સરપંચ તરીકે કેવા પ્રકાર ના પડકારો નો સામનો કરવો પડે છે સામાજિક રાજકીય પરિસ્થિતિ ઓ બાદ રૂપ બને છે છતાં મહિલાઓ હિંમત અને એક બીજા ની તાકાત થી પંચાયતો નો વહીવટ સાંભળી રહ્યા છે, એક નવા દરષ્ટિકોણ થી ગામનો વિકાસ એટલે રોડ બિલ્ડીંગો નહીં પણ છેવાડા ના ઘર ને સરકાર ની યોજનો પહોંચવી માનવીય વિકાસ થયા તો જ સાચો ગામનો વિકાસ કહેવાય, સાથે સાથે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ ની ચર્ચા કરવામાં આવી હતી આ ગોલ્સ ને સિદ્ધ કરવા માટે મહિલા સરપંચ સદસ્યોં એ ઘણી મહેનતો કરી છે છેવાડા ના ફરિયામાં લાઈટ પાણી રોડ પહોંચાડવા મહિલા સંગઠનો અને મહિલા સરપંચ સદસ્યોં મથી રહ્યા છે ગુજરાતના ૧૩ જિલ્લા અને ૭ રાજ્યો માંથી ૫૧૪ મહિલા પ્રતિનિધિયો જોડાયા હતા સરકાર ધ્વરા જે ૫૦ ટકા મહિલા અનામત આપવામાં આવી છે, જે મુદે ચર્ચાઓ થઇ હતી જેતે ગ્રામ પંચાયત માં મહિલા સરપંચ સદસ્યોં છે પંચાયત માં તો તેમની કામગીરી માં પુરુસ પતિ ભાઈ દેર જેઠ જેઓ સતા માં મહિલાઓ વતી કામ કરતા જોવા મળ્યા છે એવું ના ચાલવું જોઈએ મહિલાઓ સ્વતંત્ર રીતે વહીવટ કરે મહિલા પદાધિકારીઓ ને મહિલાઓના કામ માટે તાલુકામાં જવાનુ થાય તેમાટે નું મુસાફરી મળવું જોઈએ, ગુજરાત માં મહિલા સરપંચો ને માનદ વેતન મળવું જોઈએ એવી ચાર્ચો ચાલી હતી સાથે સાથે ગામ માં મહિલા સભાઓ થવી જોઈએ જે થી મહિલાઓ તેમના પ્રશ્નો રજુ કરી શકે યુવતીઓ કિશોરી ઓના પ્રશ્નો પણ ગ્રામ સભા માં મૂકી શકે એવો માહોલ બનાવવા ની જરૂર છે રાત્રે રાજુ બારોટ ની ટિમ દ્વારા પંચાયત ની ચૂંટણી વિશે નાટક રજુ કરવામાં આવ્યું હતું નાટકનું નામ હતું કંચન કરશે ગામને કંચન

Back to top button
error: Content is protected !!