ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રીના હસ્તે રૂ.૫૫ કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો

 

તાહિર મેમણ – આણંદ – 11/08/2026 – આણંદ -: ભૂપેન્દ્રભાઈ પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે.

 

 

 

મુખ્યમંત્રીશ્રી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી.

 

ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૮૭૦ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૭૭૦ કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૨૮૫ કરોડ, રાજકોટને રૂ. ૨૩૨ કરોડ, ભાવનગરને રૂ. ૧૦૫ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૬૫-૬૫ કરોડ પ્રાપ્ત થયા છે.

 

આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી પ્રત્યેક શહેરને રૂ. ૫૫-૫૫ કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી.

 

નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે ‘અ’ વર્ગની કુલ ૪૧ નગરપાલિકાઓને રૂ. ૩૦૭.૫૦ કરોડ તથા ‘બ’ વર્ગની ૩૪ નગરપાલિકાઓને રૂ. ૨૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ. ૨૭૦ કરોડ અને ‘ડ’ વર્ગની ૧૭ નગરપાલિકાઓને રૂ. ૫૯.૫૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય. એટલું જ નહિં, જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે.

Back to top button
error: Content is protected !!