અરવલ્લી જિલ્લાના ભિલોડા માં કેવડિયા ખાતે બનેલી નીંદનીય ઘટનાને લઇ આવેદનપત્ર અપાયું….




અરવલ્લી જિલ્લાના ભિલોડા માં કેવડિયા ખાતે બનેલી નીંદનીય ઘટનાને લઇ આવેદનપત્ર અપાયું….
અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજ આજે પણ ડુંગરાળ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. ત્યારે તાજેતરમાં કેવડિયા માં બે આદિવાસી યુવાનોની શંકાસ્પદ મૃત્યુ થવાની ઘટનાને લઇ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર બનાવવાની હકીકત એવી છે કે સંજયભાઈ તડવી અને જયેશભાઈ તડવી નામના બે આદિવાસી યુવાનો ની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પરિવાર તેમજ સમાજ દ્વારા આ બંને યુવાનોનું મોત નહીં પરંતુ હત્યા કરાઈ હોવાની આશંકા વર્તાઈ રહી છે. કેવડિયા કોલોની ખાતે મ્યુઝિયમ બનાવનાર કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા હત્યા ને અંજામ આપ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે મૂર્તકોના પરિવાર તેમજ સમાજ દ્વારા બંને આદિવાસી મૃતક યુવાનોને ન્યાય અપાવવા માટે રાજ્ય સહિત દેશભરમાં આવેદનો તેમજ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. જોકે ભરૂચ લોકસભા વિસ્તારનો લોકપ્રિય આદિવાસી ચહેરા તરિકે આદિવાસી સમાજ સહિત સ્થાનિકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ચૈતર વસાવાને પણ પોલીસે નજર કેદ કર્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મૃતકોના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે હાલના સમયે ચૈતર વસાવા સહિત મૃતક યુવાનોનાં પરિવાર અને સમાજની માંગનો અસ્વીકાર કરી તંત્ર દ્વારા યોગ્ય તપાસ ન થતી હોવાના સામે ગુનેગારોની ઝડપથી ધરપકડ થાય તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તે હેતુથી સમાજના આગેવાનો દામા રાજેશકુમાર જે, ગામેતી વાઘજીભાઈ બી, પરમાર નટુભાઈ આર, પારગી નાથાભાઈ ડી દ્વારા ભિલોડા મામલતદાર ને આવેદનપત્ર આપી પોતાની માંગ સ્વીકારવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી…
જયંતિ પરમાર




