GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુ ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના ઘુંટુ ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા

 

 

મોરબી તાલુકાના ઘુટું ગામે જનકપુરી સોસાયટીમાં ચોકમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ ૩૭,૫૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.


મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના ધુટું ગામે જનકપુરી સોસાયટી ચોકમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા કુલ-૦૮ ઇસમો રમેશભાઇ લાલજીભાઇ અદગામા, વાલજીભાઇ કરશનભાઇ પરેચા, રવિભાઇ રમેશભાઇ અદગામા, પ્રવિણભાઇ રમેશભાઇ દતેસરીયા, જયસુખભાઇ ચુનીલાલ સુરેલા, દેવજીભાઇ રમેશભાઇ વિઝવાડીયા, જગદીશભાઇ દયારામભાઇ અદગામા, પીયુષભાઇ દયારામભાઇ સોરીયા રહે. બધા ઘુટું તા.જી. મોરબીવાળાને રોકડ રૂ. ૩૭, ૫૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!