સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં શિક્ષકશ્રીનો વિદાય સમારોહ યોજાયો

28 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં શિક્ષકશ્રીનો વિદાય સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં 16 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપતા ગણિત-વિજ્ઞાનના શિક્ષકશ્રી અરજીતકુમાર એન વાઘેલાને તેમના વતન ડીસા તાલુકાની લુણપુર માધ્યમિક શાળામાં જુના શિક્ષક તરીકે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી,ઉપપ્રમુખશ્રીઓ શ્રી કાનજીભાઈ પરમાર અને શ્રી હીરાભાઈ પરમાર, ખજાનચી શ્રી કાળુભાઈ મકવાણા,કારોબારી સભ્યશ્રી ગમાનભાઈ પરમાર,માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ધીરજભાઈ પરમાર,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા અને બાલમંદિરના શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં આ સંસ્થામાંથી વિદાય લેનાર શિક્ષકશ્રીને ફૂલહાર,સાલ અને મોમેન્ટો આપીને શુભેચ્છાઓ આપી, સંસ્થાના પ્રમુખશ્રી,મહામંત્રીશ્રી, માધ્યમિક શાળાના આચાર્યશ્રી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું. શ્રી અજીતભાઈ વાઘેલા સાહેબે સંસ્થાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો, ત્યારબાદ સમૂહમાં બધાએ અલ્પાહાર કર્યો. આજના આ પ્રસંગનું સંચાલન નિમિષાબેન મોગરાએ કર્યું હતું. 





