GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ઉર્દૂ શાળાના આચાર્ય ની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.નવા આવેલા ચાર વિધાસહાયકો નુ સ્વાગત કરાયું

 

તારીખ ૧૩/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

આજરોજ કાલોલ મુસ્લિમ સમાજ દ્વારા બપોરના બે કલાકે કાલોલ રબ્બાની મસ્જીદના પટાંગણમા કાલોલ પ્રાથમિક ઉર્દૂ શાળાના આચાર્ય હારૂન ફિરોઝ સમોલ ની ગોધરા ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમ જ નવા આવેલા ચાર વિધાસહાયકો નો સ્વાગત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં કાલોલ મુસ્લીમ ઘાંચી પંચના પ્રમુખ હાજી રજજાકભાઇ જાડા, હાજી ફારૂકભાઇ ગોરા,કાલોલ નગરપાલિકાના સભ્ય સલામભાઇ કોશીયા અને અબ્દુલ સલામ કાનોડીયા સહિત મુસ્લિમ સમાજના આલીમો અને હાફિઝો સાથે કાલોલ ઉર્દૂ શાળાનો સ્ટાફ, રબ્બાની મસ્જીદના ટ્રસ્ટીઓ સાથે નગરના મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. વિદાય લઇ રહેલા હારૂન ફિરોઝ સમોલ ની સેવાઓને બિરદાવી તેઓને પુષ્પગુચ્છ અને ફૂલોનો હાર અને શાલ ઓઢાડી સન્માન કરી તેઓની કારકિર્દી ઉજવળ બને તેવી શુભેચ્છા પાઠવી વિદાય લઈ રહેલા આચાર્ય ની કામગીરી બિરદાવી હતી અને નવા આવેલા ચાર વિધાસહાયકોન ને શુભેચ્છા પાઠવી હતી જ્યાં વિદાય લઇ રહેલા ઉર્દૂ શાળાના આચાર્ય હારૂન સમોલ એ કેટલાક વર્ષોથી કાલોલ ઉર્દૂ શાળામાં શિક્ષક અને ત્યારબાદ આચાર્ય તરીકે ફરજ બજાવી પોતાના ફરજ દરમિયાન ના સંસ્મરણો વાગોળ્યા અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!