કાલોલ ની તરવડા પ્રાથમિક શાળાના આચાર્યનો વય નિવૃતને લઇ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના તરવડા પ્રાથમિક શાળાના આચાર્ય મૂળજીભાઈ હીરાભાઈ જાદવ વય નિવૃત્તિના કારણે નિવૃત થતા આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેદાપુર ગ્રામ પંચાયતના સરપંચ અતુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ રાઠોડ,અતિથિ વિશેષ તરીકે કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા કાલોલ સોસાયટીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ અને પગાર કેન્દ્રના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાલોલ કન્યાશાળાના સી.આર.સી કો-ઓર્ડીનેટર કલ્પેશભાઇ માછી તથા પેટા શાળાના આચાર્યોને શિક્ષકો તથા એસ.એમ.સી.ના સદસ્યઓ, ગ્રામજનો,સ્નેહી સગાવહાલાઓ તથા શાળના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શાળાના મદદનીશ શિક્ષક પ્રવીણભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૂળજીભાઈ જાદવના સ્મરણોને તાજા કરતા પરસોતમભાઈ સોલંકી ભુરખલ, જગદીશભાઈ મકવાણા મધવાસ, તથા શૈક્ષીક સંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન, ટીચર્સ સોસાયટીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ, પગાર કેન્દ્રના આચાર્ય તથા પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ રાઠોડ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. તથા મૂળજીભાઈ જાદવ દ્વારા કરાયેલા કાર્યોને યાદ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનોને આવકારી મુળજીભાઈ જાદવે પોતાની નોકરી દરમિયાન ના સંસ્મરણો યાદ કર્યા હતા.અંતે મુળજીભાઈ જાદવને ભેટ સોગાદ અર્પણ કરી તેમના વિદાય સમારંભને યાદગાર બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે ભોજન લઈ સહુ જુદા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જયદીપસિંહ વાઘેલાએ કર્યું હતું.